<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

ખાખરેચીમાં ખેતરમાંથી પસાર થતી હેવી લાઈનનું ચુકવણું ન થતા ખેડૂત થાકયા

કલેકટરને લેખિત જાણ કરી હેવી લાઈન જમીન દોસ્‍ત કરવા માજી જીલ્લા પંચાયત સદસ્‍ય મેદાનેઃ રાજકીય ગરમાવો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તાફ૧૧: માળિયા (મિયાણા) તાલુકાના ખાખરેચીના ખેડૂત રમેશભાઈ દલાભાઈ કૈલાની જમીનમાં લાકડીયાથી વડોદરા જતી વીજ લાઈનના પોલ સ્‍ટરલાઈન કંપની દ્વારા નાખવામાં આવ્‍યા છે. જો કે આ અંગે ખેડૂત રમેશભાઈ કૈલાને વળતરની રકમ મંજૂર કરી નથી અને વીજ પોલ નાખી દીધા છે. આજ દિવસ સુધી વળતર ચુકવાયું ન હોય આ અંગે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય  મહેશ રાજકોટીયાએ તંત્રને લેખિતમાં ચીમકી આપી  ૧૦ દિવસમાં વળતર ચુકવવા જણાવ્‍યું છે. નહીંતર જોવાજેવી થવાની ચિમકી ઉચ્‍ચારતા રાજકીય ભુકંપ સર્જાયો છે આ અંગે જીલ્લા કલેકટર કે બી ઝવેરી નો ટેલિફોનિક સંપર્ક કરતા નો રિસીવ આવ્‍યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તમામ આદેશનું કપની એ સુરસુરીયુ કરી કચરા ટોપલી મા નાખી દેતા હવે વિપક્ષના નેતાઓ પાસે ખેડૂત પહોચ્‍યા.

મહેશ રાજકોટીયાએ જિલ્લા કલેક્‍ટર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના નાયબ સચિવ અને સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ અને પ્રાંત અધિકારીને ધગધગતી લેખિત રજૂઆત કરી છે. કે, વારંવાર અરજદાર દ્વારા અરજી આપવા છતાં કોઈપણ જાતનું વળતર કંપની દ્વારા ખેડૂતોને આપવામાં આવ્‍યું નથી. તમામ શરતોનો ભંગ થયો છે. જેથી ખેડૂતની જમીનોમાં ઉભા કરવામાં આવેલા સ્‍ટરલાઈન પાવર ટ્રાન્‍સમિશન લિમિટેડના વીજટાવર દુર કરાવવા કાયદેસરના હક્કદાર છીએ. પીએમઓ ઓફિસ, મુખ્‍યમંત્રી તથા ઉર્જા વિભાગ દ્વારા વારંવાર વળતર ચુકવવા જણાવાયું છે તેમ છતાં કંપની દ્વારા ખેડૂતોને કોઈ જ વળતર ચુકવાયું નથી. જેથી ખેડૂતોએ મને રજૂઆત કરી છે. આથી આ લેખિત રજૂઆતથી ૧૦ દિવસમાં વળતર ચુકવવામાં નહીં આવે તો હું મહેશ રાજકોટીયા આગેવાનો અને ખેડૂતોને સાથે રાખીને વીજપોલ ઉખાડીને ફેંકી દઈશું. અને કચેરીમાં પણ હલ્લાબોલ કરવાની સાથે સાથે પ્રજાને સાથે રાખીને ઉગ્ર રોષ વ્‍યક્‍ત કરવાની ફરજ પડશેની ચિમકી ઉચ્‍ચારી હતી. 

(10:43 AM IST)