<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

ધ્રોલ-જામનગર હાઈવે પર અકસ્માત: ટ્રાવેલ્સ બસ અને ડમ્પર અથડાતા ૮ થી ૯ લોકોને સામાન્ય ઈજા : જુઓ વિડિઓ

૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ,તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૧ :  જામનગર-ધ્રોલ હાઈવે પર વાકિયા નજીક જલારામબાપાની જગ્યા પાસે આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતા અફડાતફડી મચી ગઈ હતી.

          પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં ટ્રાવેલ્સ બસમાં  કુલ લગભગ ૮ થી ૯ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સદભાગ્યે, કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી .

(11:34 AM IST)