News of Saturday, 11th October 2025
નાગેશ્વર જયોતિર્લિંગ જતાં રસ્તાની બિસ્માર હાલત
ઠેરઠેર ગાબડાથી દ્વારકા આવતા તીર્થયાત્રીઓને હાલાકી

દેવભૂમિ દ્વારકા, તા. ૧૧: જિલ્લામાં આવેલ દેશના પ્રથમ તીર્થસ્થાનોમાં ગણાતા અને બાર જયોર્તિલિંગ પૈકીના દ્વાદશ જ્યોર્તિલિંગ નાગેશ્વર યાત્રાધામ જવાનો રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહયો છે.
દ્વારકા યાત્રાધામથી નાગેશ્વર જ્યોર્તિલિંગ જતાં ૧૬ કિમીના રસ્તા પર છેલ્લા સમયમાં પડેલા વ્યાપક વરસાદ બાદ ઠેરઠેર રોડનું ધોવાણ અને ગાબડા સાથે ઉબડ ખાબડ રસ્તો બની ગયો હોય અહીં દર્શને જતાં તીર્થયાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.
આ હાઈવે રોડની બીસ્માર હાલતને લીધે માત્ર ૧૬ કિમીના અંતર કાપવામાં જ સમગ્ર લાંબા અંતરની મુસાફરી જેટલા થાક સાથે હાડકા દુઃખી જાય તેવો અનુભવ થાય છે. દ્વારકા - નાગેશ્વર વચ્ચે ૧૫ જેટલા ગામડાઓને જોડતો પ્રમુખ માર્ગ હોય સ્થાનીકોને પણ પારાવાર સમસ્યા થાય છે. પ્રસુતા -ગંભીર બીમારીથી પિડાતા લોકો માટે એમ્બ્યુલન્સ સહિતના વાહનોને પણ આ ઉબડ ખાબડ રસ્તાનો જ ઉપયોગ કરવો પડી રહયો છે
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
