News of Saturday, 11th October 2025
જુનાગઢમાં ગિરીશભાઇ કોટેચા પરિવાર દ્વારા ર૪ર ગરબીની બાળાઓને ભોજનઃ લ્હાણી વિતરણ

જુનાગઢ : જુનાગઢના પુર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા દ્વારા છેલ્લા ર૦ વર્ષથી જુનાગઢ શહેર અને આસપાસની ર૪ર ગરબી મંડળની પ્રાચીન ગરબીની ર૦૦૦૦ જેટલી બાળાઓને ગિરનાર દરવાજા સ્થિત તેમના નિવાસ સ્થાન ગીરીરાજ વિલા ખાતે બાળાઓને મા જગદંબા સ્વરૂપ માની તેઓનું કુમ કુમ તિલક કરી લ્હાણી આપી ભોજન કરાવવામાં આવે છે ત્રણ દિવસના આ કાર્યક્રમમાં આજે પ્રથમ દિવસે અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પૂ. મુકતાનંદબાપુ મહામંડલેશ્વર પૂ. હરીહરાનંદભારતીાબપુ સહિતના સંતો ઉપસ્થિત રહી બાળઓને આશિર્વાદ આપેલ આ તકે મેયર ધર્મેશ પોશીયા, ડે. મેયર આકાશ કટારા, શાસક પક્ષના નેતા મનન અભાણી, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, તેમજ ધ ફર્ન લિયો રિસોર્ટના માલિક વિપુલભાઇ કોટેચા, તેમજ પાર્થ કોટેચા, તથા શ્રીમતી ગીતાબેન કોટેચા, રેશ્માબેન કોટેચા, ચાંદનીબેન કોટેચા, સહિત કોટેચા પરિવાર ઉપસ્થિત રહી બાળાઓને ભાવથી ભોજન કરાવ્યુ હતું અને રવિવાર સુધી ચાલનાર આ બાળાઓના ભોજન પ્રસાદના કાર્યક્રમમાં મહાસાગરની વિશાળ મોટી બસોમાં બાળઓને તેની ગરબી મંડળની જગ્યાએથી લાવી જમી અને પરત મુકવાની વ્યવસ્થા પણ ગીરીશભાઇ કોટેચા પરિવાર દ્વારા કરવામાં આવી છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
