<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

પોરબંદરઃ પ વર્ષથી ગુમ મહિલાને પ્રેમ સંબંધ થઇ જતા ઘેરથી નીકળી ગયેલ

રાજીખુશીથી લગ્ન કરીને પ્રેમી સાથે રહેવા માગતી હતીઃ પેરોલ ફર્લો સ્‍કોવર્ડે ગુમ મહિલાને શોધીને નિવેદન લીધું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૧ફ પેરોલ ફર્લો સ્‍કોવર્ડે પાંચ વર્ષથી ગુમ મહિલાને શોધી કાઢીને તેમનું નિવેદન લીધું હતું ગુમ થયાં બાદ મળી આવેલી મહિલા પોલીસને જણાવેલ કે તેમને જુનાગઢના યુવક સાથે પ્રેમ સંબંધ થતાં પ્રેમી સાથે રાજીખુશીથી લગ્ન કરીને રહેવા માગતી હતી. પેરોલ ફર્લો સ્‍કોડ પોરબંદરના પો. સબ ઇન્‍સ. એચ. એમ. જાડેજા તથા પેરોલ ફર્લો સ્‍કોડ પ્રયત્‍નશીલ હતા તે દરમ્‍યાન એ.એસ.આઇ. એચ. આર. સીસોદીયા તથા પો. હેડ કોન્‍સ. વી. એમ. વરૂ તથા જેતમલભાઇ મોઢવાડીયાને બાતમી મુજબ રાણાવાવ પોલીસ સ્‍ટેશન ગુમ જાણવા જોગ મુજબ ગુમ થનાર મહિલા રહે. રાણા કંડોરણા ગામ તા. રાણાવાવ જિ. પોરબંદરવાળી જે આધારે તપાસ કરાવતા ગુમ થનાર મહિલા મળી આવેલ અને ગુમ થનાર મહિલાને પિયુષભાઇ જુનાગઢ વાળા સાથે પ્રેમ સબંધ થઇ જતા ઘરેથી નીકળી ગયેલ અને પીયુષ સાથે રાજીખુશીથી લગ્ન કરી તેની સાથે રહેવા માંગતી હોય જેથી તેનું વિગતવારનું નિવેદન લઇ રાણાવાવ પો. સ્‍ટે. ખાતે આગળની તપાસ થવા સારૂં મોકલી આપેલ છે.  પેરોલ ફર્લો સ્‍કોડ પો. સબ ઇન્‍સ. એચ. એમ. જાડેજા તથા એ.એસ.આઇ. એચ. કે. પરમાર તથા જે. આર. કટારા તથા પિયુષભાઇ બોદર તથા એચ. આર. સીસોદીયા તથા હેડ કોન્‍સ્‍ટેબલ પિયુષભાઇ સીસોદીયા તથા કેશુભાઇ ગોરાણીયા તથા પ્રકાશભાઇ નકુમ તથા વજશીભાઇ વરૂ તથા જેતમલભાઇ મોઢવાડીયા તથા ભુપેન્‍દ્રસિંહ ઝાલા તથા પો.કોન્‍સ. આકાશભાઇ શાહ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવેલ છે. 

(1:37 PM IST)