<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

જામનગર ગ્રામ્‍ય પંથકમાં દારૂના દુષણ સામે ગ્રામ્‍યજનો દ્વારા મુખ્‍યમંત્રીને પોસ્‍ટકાર્ડ લખાયા

રાજકોટ, તા.૧૦: બજરંગપુર ચોકડીએથી મુખ્‍યમંત્રીને પોસ્‍ટકાર્ડ લખવાના અભીયાનનો આરંભ આજરોજ અહીં બજરંગપુર ગામના પાટીએથી ગુજરાતમાં ચાલતી કાગળ પરની દારૂબંધી અને ગામડે ગામડે મંડાયેલા દારૂના અડા અને હાટડા બંધ કરાવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. દારૂના દુખણને લીધે જામનગર ગ્રામ્‍ય તેમજ સૌરાષ્‍ટ્રના ગામડા બરબાદ થઈ રહ્યા છે. ગામડુ ગામડે દેશી દારૂની ભઠ્ઠીઓ અને અડા ધમધમી રહયા છે. પરપ્રાંતીય ખેત મજુરો, પવન ચકકી માં કામ કરતા મજુરો, સોલાર પ્રોજેકટોમાં કામ કરતા મજુરોમાં દેશી દારૂનુ દુષણ વિશેષ પ્રમાણમાં જોવા મળી રહયુ છે. જેના કારણે સાંજે અંધારૂ થતા ગામડાના માણસોનુ બહાર નીકળવુ મુશ્‍કેલ થઈ રહયુ છે. જેથી ગામડાના લોકો માં રોષ ફાટી નીકળયો છે.

ગામડાના સ્‍થાનીક યુવાનોમાં પણ દારૂનુ વ્‍યશન ધર કરતુ જાય છે. જેના કારણે અનેક પરિવાર બરબાદ થઈ રહયા છે. તેમજ ચોરી-ચપાટી, મારામારી, ગુંડા ગીર્દી જેવા ગુનાઓ વધી રહ્યા છે. ગામડાઓમાં ચાલતા દારૂના અડાઓ કાયમી ધોરણે બંધ કરાવવા, ગામડા, ગામડાના યુવાનો અને પરીવાર બરબાદ થતા રોકવા અને બુટલેગરો સામે તાત્‍કાલીક કાર્યવાહી કરી દારૂના અડા, દારૂનુ વેચાણ બંધ કરાવવા મુખ્‍યમંત્રીને વિનંતી કરવા ગામડે ગામડેથી હજારોની સંખ્‍યામાં પોસ્‍ટકાર્ડ લખવાના અભિયાનનો આરંભ ધુતાર૫૨ના બજરંગપુરના પાટીએ કરવામાં આવેલ છે.

આ તકે જૈમીનભાઈ માધાણી એડવોકેટ પ્રવિણસિંહ જાડેજા-નિવુત જમાદાર, પી.ડી.જાડેજા, જમનભાઈ દુધાગરા, હરેશભાઈ રાઠોડ, જયસુખભાઈ ડોબરીયા, હસમુખભાઈ ચાંગાણી, કાનજીભાઈ ગમારા, રવિ પટેલ, દેવાભાઈ રાઠોડ, જગદીશભાઈ ચાંગાણી, તેમજ ધુતારપર, ઘુડશીયા, સુમરી, ખારાવેઢા, અમરાપર, જગા, મેડી, બજરંગપુર, વિજયપુર, ભરતપુર, ગાયત્રીનગર, નંદપુર, નવા વિરપર, વરણા, પસાયા, બેરાજા,નાની માટલી, ના આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. દારૂના દુષણને નેસ્‍ત નાબુદ કરવા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન, આવેદન પત્ર આપવા, અને આヘર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે અને જરૂર પડયે દારૂના અડાઓ ઉપર જનતા રેડ કરવામાં આવશે. તેમ અંતમાં આગેવાનો એ જણાવ્‍યું છે.

સામાન્‍ય બાબતે મેવાસાના

યુવાન ઉપર છરી વડે હુમલો

જામખંભાળિયા,તા.૧૧: મેવાસા ગામે રહેતા વિપુલભા સમૈયાભા માણેક નામના ૨૦ વર્ષના યુવાન સાથે ખંભો અડી જવા તેવી સામાન્‍ય બાબતે ધ્રાસણવેલ ગામના ઈશ્વરભા રાજેશભા વાઘા નામના શખ્‍સ સાથે બોલાચાલી અને મારામારી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપી ઇશ્વરભા રાજેશભાએ ફરિયાદી વિપુલભાને ઢીકાપાટુનો માર મારી, છરી વડે હુમલો કરી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ખંભાળિયા નજીક કાર સાથે અકસ્‍માત સર્જી, યુવાન પર હુમલો

તરઘડી દેવરીયા ગામે રહેતા દોલુભા પંચાણજી જાડેજા નામના ૪૬ વર્ષના યુવાન ગુરૂવારે રાત્રિના સમયે તેમની સ્‍વીફ્‌ટ મોટરકાર લઈને જઈ રહ્યા હતા, ત્‍યારે  દેવળિયા ગામ નજીક પહોંચતા અન્‍ય એક વાહનમાં આવી રહેલા બ્રિજરાજસિંહ ગુલાબસિંહ જાડેજા નામના યુવાન ફરિયાદીની સ્‍વીફ્‌ટ મોટરકારને ઓવરટેક કરતાં તેમની સ્‍વીફ્‌ટ કારને નુકસાની પહોંચાડી હતી.

આથી ફરિયાદી દોલુભાએ બ્રીજરાજસિંહને સમજાવવા જતાં આરોપી બ્રિજરાજસિંહએ ઉશ્‍કેરાઈને તેમનો  ગાળો કાઢીને માર મારી, ઈજાઓ કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

(1:25 PM IST)