News of Saturday, 11th October 2025
ખંભાળીયા પાલીકામાં નલ સે જલ યોજનાના કામોમાં લાઇન નાખવા ખોદાણ પછી રસ્તો પુરો બનતો નથી!!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૧ : નગર પાલીકા વિસ્તારમાં હાલ કરોડોના ખર્ચે નલ સે જલની યોજનાનું કામ થતુ હોય આ કામમાં મોટી નવી લાઇનો નાખવા માટે ખોદવામાં આવતુ હોય જે રસ્તો કે સીસી રોડ ખોદવામાં આવે તે નવો બનાવવા ફરજીયાત જોગવાઇ કોન્ટ્રાકટરમાં જ થયેલી હોવા છતા પણ કોન્ટ્રાકટર દ્વારા બેદરકારી થતી હોવાની ફરીયાદો થાય છે.
જે જગ્યાએ રસ્તા ખોદીને લાઇનો નંખાય છે. તેના પર લાઇનો નંખાઇ ગયા પછી માટી-ધુળ નાખીને પુરવામાં આવે છે. આ પછી દિવસો સુધી માટી-ધુળમાં વાહન ચાલકો, પગપાળા લોકો નીકળે છે અને પડે છે તે પછી આડેધડ રીતે રોડ નવો બનાવવા સીમેન્ટ કોંક્રેટથી ખાડા પુરાય છે. પણ તેમાં નબળુ કામ થતુ હોય તથા આ કામમાં ઉતાવળ તથા ધ્યાન ના રખાતા રસ્તો બન્યા પછી તેમાં વાહનો ચાલતા ઢોર ચાલતા ખાડા પડી જતા હોય છે.
તાજેતરમાં રામનાથ સોસાયટી પાસે રસ્તો ખોદીને પાઇપ નંખાયા પછી જે રોડ બનાવાયો તે અધુરો રખાતા મુખ્ય રસ્તા પર જ નવો રોડ તે પણ નબળો બનાવ્યો. સાઇડમાં કાંકરી નાખી દેતા કાંકરામાં વાહનો સ્લીપ થતા તથા ખાડામાં નબળી લાઇનો પણ તુટી જતા નાગરીકો ભારે પરેશાન થતા હોવાની ફરીયાદો પણ ઉઠવા પામી છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
