<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

ટંકારા - પડધરીના પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયાનું નિધન.રવિવારે સવારે 9 વાગ્યે પડધરીના ઢોકળીયા ગામે તેઓની સ્મશાન યાત્રા નીકળશે.

લાંબી બીમારી બાદ આજે તેઓએ ઘરે જ અંતિમ શ્વાસ લીધા: ટંકારા અને પડધરી પંથકમાં શોકનો માહોલ

મોરબી :  ટંકારા-પડધરીના પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયાનું આજે નિધન થયુ છે. લાંબી બીમારી બાદ આજે તેઓએ ઘરે જ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓના નિધનથી ટંકારા અને પડધરી પંથકમાં શોકનો માહોલ છવાયો છે. આવતીકાલે તા.12ના રોજ સવારે 9 વાગ્યે પડધરીના ઢોકળીયા ગામે તેઓની સ્મશાન યાત્રા નીકળશે.

બાવનજીભાઈ  મેતલિયા ભાજપ સાથે લાંબા સમયથી સંકળાયેલા રહ્યા હતા. તેઓએ નાના કાર્યકર તરીકે જનસંધના સમયમાં પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. વર્ષ 2014માં મોહન કુડારીયા સાંસદ તરીકે ચૂંટાતા ખાલી થયેલી બેઠક પરથી પેટા ચૂંટણીમાં વિજેતા બની ધારાસભ્ય તરીકે સેવા આપેલી. સાદગીપૂર્ણ સ્વભાવ અને સામાન્ય નાગરિકોની સમસ્યાઓ ઉકેલવા માટેના સતત પ્રયત્નોને કારણે તેઓ લોકપ્રિય નેતા તરીકે જાણીતા રહ્યા હતા.

તેમના અવસાનથી ટંકારા–પડધરી વિસ્તારમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ગાઢ શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આવતીકાલે તા. 12 ઓક્ટોબર, સવારે 9 વાગ્યે પડધરી તાલુકાના ઢોકળીયા ગામે તેમના અંતિમ સંસ્કાર યોજાશે. બાવનજી મેતલિયાની વિદાય સાથે પ્રદેશે એક સાદગીભર્યા અને જનહિતૈષી નેતાને ગુમાવ્યો છે.


 


 

(7:21 PM IST)