તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 11th October 2025
જૂનાગઢ કલેકટરની કડક કાર્યવાહી :અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કુલ સાત શખ્શોના સરકારી જમીન પર આવેલા દબાણો તોડી પડાયા
અંદાજિત 3 કરોડ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ :કલેકટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકની ટીમે અન્ય વિભાગોના સહયોગથી કરી કાર્યવાહી

( વિનુ જોશી દ્વારા ) જુનાગઢ શહેરમાં જિલ્લા કલેકટર અનિલ રાણા વસિયાના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
કુલ સાત જેટલા શખ્શો જે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને તેમણે સરકારી મિલકત પર દબાણ કરેલા હતા તેઓના દબાણો આજરોજ તોડી પાડવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાની સૂચના અનુસાર પ્રાંત અધિકારી જુનાગઢ અને મામલતદાર જુનાગઢ શહેર તથા સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ જુનાગઢ દ્વારા અસામાજિક તત્વો ના સરકારી મિલકતો પરના દબાણ શોધી કાઢવાની સૂચના મળેલ હતી જે સંબંધે પોલીસ વિભાગ સાથે મળી અને આવા તત્વો ની વિગતો મેળવી તેમના સરકારી જમીન પરના દબાણો શોધી કાઢવામાં આવ્યા હતા.
(જેની વિગતો નીચેના પત્રકમાં આપવામાં આવેલ છે.)
જે અનુસાર કુલ 2335 ચોમી જમીન જેની અંદાજિત કિંમત 3 કરોડ રૂપિયા જેટલી થાય છે જેના પરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.
આ કામગીરીમાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાધલિયાની આગેવાનીમાં પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત આપવામાં આવેલ હતો અને ચુસ્ત કાયદો અને વ્યવસ્થા હેઠળ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
સમગ્ર કામગીરીમાં મહાનગર પાલિકા જુનાગઢ , PGVCL અને આરોગ્ય વિભાગનો સહકાર મળેલ હતો.
જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયા દ્રારા અસામાજિક તત્વોને ચેતવણી આપતા સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે કટિબદ્ધ છે ત્યારે અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્શો વિરુદ્ધ આગામી સમયમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
