તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Sunday, 12th October 2025
મોરબીના વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમના લાભાર્થે અવધ સોસાયટીમાં નાટક ભજવાશે.
મહાન ઐતિહાસિક નાટક ગરીબનો બેલી યાને સમ્રાટ હર્ષ તેમજ માલી મતવાલી નામનું હાસ્ય કોમિક નાટક

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને નવરાત્રિથી દિવાળી દરમિયાન ગૌસેવા માટે ઐતિહાસિક નાટકો ભજવવાના આયોજનો વચ્ચે મોરબીની નાની કેનાલ રોડ ઉપર આવેલ સમસ્ત અવધ 4 સોસાયટી દ્વારા અનુકરણીય પહેલ કરવામાં આવી છે. જેમાં બીજી બધી જગ્યાએ ગૌસેવા માટે ઐતિહાસિક નાટકો યોજાતા હોય ત્યારે પહેલીવાર સમસ્ત અવધ 4 સોસાયટી દ્વારા વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમની સેવા માટે આગામી 18 ઓક્ટોબરે રાત્રે 9-30 કલાકે રામજી મંદિર, અવધ 4 સોસાયટી, નાની કેનાલ રોડ મોરબી ખાતે મહાન ઐતિહાસિક નાટક ગરીબનો બેલી યાને સમ્રાટ હર્ષ તેમજ માલી મતવાલી નામનું હાસ્ય કોમિક ભજવાશે. આ નાટક નિહાળવા તમામ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
