<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

મોરબીની તાલુકા શાળા ૧ ના ગ્રાઉન્ડમાં ઝાડની ડાળીએ ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત

પાવડીયારી નજીક સિરામિકમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિકે આપઘાત કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના પાવડીયારી નજીક સિરામિકમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિકે તાલુકા શાળા ૧ ના ગ્રાઉન્ડમાં ઝાડની ડાળી સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે પોલીસે આપઘાતના બનાવ અંગે તપાસ હાથ ધરી છે

    ઉત્તરપ્રદેશ વતની હાલ મોરબીના પાવડીયારી પાસે એકઝોલી સિરામિકમાં રહીને કામ કરતા ગોવિંદકુમાર રામદીન ગૌતમ (ઉ.વ.૧૮) નામના યુવાને મોરબી તાલુકા શાળા નં ૧ ના ગ્રાઉન્ડમાં ઝાડની ડાળીમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.


 

(12:38 AM IST)