હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 12th October 2025
ધ્રોલમાં આમ આદમી પાર્ટી દ્વારા રેલી : મગફળીના ટેકાના ભાવ અને પાક નુકસાની મુદ્દે રજૂઆત
આપના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, ઝોન પ્રમુખ પ્રકાશ દોંગા, જિલ્લા પ્રમુખ વશરામભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે..

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ: મગફળીના ટેકાના ભાવમાં વધારો અને પાછોતરા વરસાદથી કપાસ તથા મગફળીના પાકને થયેલી નુકસાની મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલે સોમવારે ધ્રોલમાં રેલી યોજાશે. રેલી સવારે 10 વાગ્યે ત્રીકોણથી પ્રારંભ થશે અને મામલતદાર કચેરી સુધી પહોંચશે. મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોની સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવશે.
રેલીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, ઝોન પ્રમુખ પ્રકાશ દોંગા, તથા જિલ્લા પ્રમુખ વશરામભાઈ આહીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવે રૂ. 300 પ્રતિ મણથી વધુ ભાવની ખરીદી સુનિશ્ચિત કરવી જોઈએ તેમજ પાછોતરા વરસાદથી થયેલી પાક નુકસાનીનો યોગ્ય સર્વે કરી વળતર તાત્કાલિક સહિતની માંગણી લઈને ધ્રોલ મામલતદાર ને આવેદનપત્ર આપી અને રજૂઆત કરશે
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
