<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

ભાવનગરમાં સ્‍પા સેન્‍ટરોમાં દરોડાઃ ૭ ઝડપાયા

સ્‍પાની આડમાં દેહ વ્‍યાપાર ધમધમતો હતો, પોલીસે ડમી ગ્રાહક બની ભાંડો ફોડ્યો

ભાવનગરઃ  સ્પા ની આડમાં અનૈતિક દેહ વ્યાપાર કરતા સ્પા સેન્ટરો ઉપર ભાવનગર પોલેસે રેઇડ કરી સાત ઇસમને પકડી પાડયા હતા.
ગુજરાત સરકાર દ્વારા દેહ વ્યાપારની પ્રવૃતિ નાબુદ કરવા સારૂ પ્રયત્નો કરવામાં આવતા હોય. તે અંતર્ગત ભાવનગર જીલ્લાના રહે.આઇ.જી.પી.  ગૌતમ પરમાર  ભાવનગર રેન્જ તથા મહે.પો.અધિક્ષક  નિતેશ પાંડેય  ભાવનગર નાઓના દ્વારા ભાવનગર જીલ્લામાં સ્પા ની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃતિઓને નેસ્તનાબુદ કરવા માટે અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. જે અન્વયે ભાવનગર શહેરમાં અલગ અલગ સ્પા માં મસાજની આડમાં દેહ વ્યાપાર થતો હોવાનું મહે.પો.અધિક્ષક  નિતેશ પાંડેય  ભાવનગરનાઓના ધ્યાને આવેલ હોય. જેથી ભાવનગર શહેર નિલમબાગ પોલીસ સ્ટેશન, ઘોઘારોડ પોલીસ સ્ટેશન, તથા એએચટીયુ આઇ.યુ.સી.એ.ડબ્લ્યુની ટીમ બનાવી ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ સ્પા માં ડમી ગ્રાહક મોકલી આવી કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાનું ધ્યાને આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા મહે.પો.અધિક્ષક  તથા નાયબ પો.અધિક્ષક  આર.આર.સિંધાલ  નાઓ તરફથી સુચના થઈ આવેલ હોય.
ઉપરોક્ત પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવી ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ ઇવા સુરભી મોલમાં આવેલ (૧) આઇકોનિક વેલનેસ સ્પા (૨) ઓશીયન ડેઆર હમામ સ્પા (૩) અવેદા ફેમિલી સ્પા ને ત્યાં ડમી ગ્રાહકો મોકલતા સદરહું સ્પા માં મસાજની આડમાં દેહ વ્યાપાર થતો હોવાનું જણાય આવતા ત્યાં રેઇડ કરી સ્પા ના સંચાલક તથા માલીક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
જે અન્વયે ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર  બી.ડી.ઝાલા તથા ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.  એ.એન.દેસાઇ તથા એએચટીયુના પો.ઇન્સ.  પી.પી.પટેલ તથા આઇ.યુ.સી.એ.ડબ્લ્યુ ના પો.ઇન્સ.  એમ.સી.ચૌધરી નાઓએ અલગ અલગ ટીમ બનાવી ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ ઇવા સુરભી મોલમાં આવેલ (૧) આઇકોનિક વેલનેસ સ્પા (૨) ઓશીયન ડેઆર હમામ સ્પા (૩) અવેદા ફેમિલી સ્પા ને ત્યાં ડમી ગ્રાહક મોકલતા સદરહું સ્પા માં મસાજની આડમાં દેહ વ્યાપાર થતો હોવાનું જણાય આવતા ત્યાં રેઇડ કરી સ્પા ના સંચાલક તથા માલીક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓ :-
ઓશિયન ડે આર હમામ સ્પા
1. ધાર્મિકભાઇ વિજયભાઇ ભટ્ટી ઉ.વ.૨૫ રહે.કાળિયાબીડ, રામનગર, ભાવનગર
2. વિશાલભાઇ તુલશીભાઇ સોલંકી ઉ.વ.૨૧ રહે.આનંદનગર, વિમાના દવાખાના પાસે, ભાવનગર અવેદા ધ ફેમીલી સ્પા
3. પ્રકાશભાઇ રામસંગભાઇ ચૌહાણ ઉ.વ.૩૨ રહે.માધવાનંદ-૧, ચિત્રા, ભાવનગર
4. અન્નુ માયારામ ચૌધરી ઉ.વ.૨૭ રહે.કુસુમકુંજ, પહાડી, દિલ્હી, હાલ ભગવતી સર્કલ, કાળિયાબીડ ભાવનગર
5. ધવલભાઇ મનસુખભાઇ પરમાર ઉ.વ.૨૫ રહે.શેત્રુજ્ય સોસાયટી, રીંગ રોડ, ભાવનગર
6. રામપ્રતાપ ભોલારામ જાટ(ગ્રાહક)
આઇકોનિક વેલનેસ સ્પા
7. શાનેરેજાભાઇ અબ્બાસભાઇ ભોજાણી ઉ.વ.૨૯ બે માળિયા, ભરતનગર, ભાવનગર
8. શબાનાબેન ફારૂકભાઇ થીમ ઉ.વ.૧૫૦ ફુટ રીંગરોડ, જી પાર્ટી પ્લોટ સામે, આવાસના મકાનમાં, ભાવનગર
સારી કામગીરી કરનાર ટીમ :-
PI પી.એ.પટેલ AHTU
PI એમ.સી. ચૌધરી IUCAW
PI બી.ડી.ઝાલા નિલમબાગ પોલીસ સ્ટેશનના
PI એ.એન.દેસાઈ ઘોઘારોડ પો.સ્ટે.
PSI વી.બી.ચૌધરી PSI એલ.એસ.ગોહિલ PSI એસ.પી.અગ્રાવત તથા પોલીસ સ્ટાફ

(5:07 PM IST)