<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

સુરેન્દ્રનગરમાં બે ચંદ્ર જોવા મળ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

એક બે ચંદ્ર કેવી રીતે દેખાઈ શકે? અને જો બે ચંદ્ર દેખાયા તો માત્ર સુરેન્દ્રનગરમાં જ કેમ દેખાયા? જાણો શું છે વીડિયોની હકીકત.

સુરેન્દ્રનગરમાં ગઈ કાલે રાતે બે ચંદ્ર જોવા મળ્યા. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સામે આવેલા આ વીડિયોમાં બે ચંદ્ર દેખાઈ રહ્યા છે. આ વીડિયો instagram પર surendranagar_district નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે - સુરેન્દ્રનગરમાં જોવા મળેલો અદભૂત નજારો... બળતરા કરવાવાળા હવે આને AI કહેશે.

   આ વીડિયો પોસ્ટ થયાના ગણતરીના કલાકોમાં જ આ વીડિયોને હજારો લોકોએ લાઇક કર્યો છે. ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે બે ચંદ્ર કેવી રીતે દેખાઈ શકે? અને જો બે ચંદ્ર દેખાયા તો માત્ર સુરેન્દ્રનગરમાં જ કેમ દેખાયા?  

  આ વીડિયો જે એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે, એ જ એકાઉન્ટ પરથી એના એક કલાક પછી બીજો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો. આ વીડિયોમાં બે ચંદ્ર દેખાયાની હકીકત સામે આવી છે. આ વીડિયોમાં બે યુવકની વાતચીતનો અવાજ આવી રહ્યો છે, જેમાં તેઓ કહે છે કે હવે આ બીજો ચંદ્ર નજીકથી બતાવી દે. આ વાતચીત સાંભળ્યા પછી અને વીડિયો જોયા પછી બે ચંદ્રની હકીકત સામે આવી છે. 

  સામે આવેલા વીડિયોમાં બે ચંદ્ર નથી, પણ એક ચંદ્ર અને એક મોટો બલૂન છે, જે રાતના અંધારામાં લાઈટિંગના કારણે દૂરથી ચંદ્ર જેવો દેખાઈ રહ્યો છે. આ લગાવવામાં આવેલો મોટો બલૂન ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલનો છે. ત્યારે આ વીડિયોને જોયા પછી હવે લોકોના બે ચંદ્ર જોવાના કુતુહલનો અંત આવ્યો છે

 

(6:19 PM IST)