News of Sunday, 12th October 2025
જામનગર GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ચૂંટણી : પ્રગતિશીલ અને ઉદ્યોગ હિતકારી પેનલ વચ્ચે સીધો મુકાબલો
છેલ્લી 2 ટર્મથી કાર્યરત પ્રગતિશીલ પેનલનાં 21 સભ્યો જ્યારે ઉદ્યોગ હિતકારી પેનલનાં પણ 21 સભ્ય ચૂંટણી મેદાનમાં:પરિણામ આજે જ જાહેર કરાશે.

જામનગર GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ચૂંટણી થવાની છે. ત્યારે આ ચૂંટણીમાં 1843 જેટલા મતદારો ભાગ લઈ રહ્યા છે. આ ચૂંટણીમાં પ્રગતિશીલ અને ઉદ્યોગ હિતકારી પેનલ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી શકે છે. જો કે, છેલ્લી 2 ટર્મથી કાર્યરત પ્રગતિશીલ પેનલનાં 21 સભ્યો મેદાનમાં છે. સવારથી મતદારોએ મતદાન માટે કતારો લગાવી છે.
જામનગર જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં મતદાન કરવા મતદારોની સવારથી લાંબી લાઇન જોવા મળી છે. માહિતી અનુસાર, આ ચૂંટણીમાં 1843 જેટલા મતદારો ભાગ લઈ રહ્યા છે. જ્યારે પ્રગતિશીલ અને ઉદ્યોગ હિતકારી પેનલ વચ્ચે ખરાખરીનો મુકાબલો જોવા મળશે એવી ચર્ચાઓ છે. જણાવી દઈએ કે, છેલ્લી 2 ટર્મથી કાર્યરત પ્રગતિશીલ પેનલના 21 સભ્યો ચૂંટણી મેદાને ઉતર્યા છે. બીજી બાજું ઉદ્યોગ હિતકારી પેનલનાં પણ 21 સભ્ય ચૂંટણી લડી રહ્યા છે.
માહિતી અનુસાર, બપોરે 12 વાગ્યા સુધીમાં 50 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. સવારનાં 09 વાગ્યાથી મતદારોએ મતદાન માટે કતારો લગાવી હતી. જ્યારે, આજે સાંજે મતગણતરી કરવામાં આવશે અને વિજેતાના નામની જાહેરાત થશે. જો કે, આ વખતે જામનગર GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ચૂંટણીમાં કોણ બાજી મારશે તેને લઈને ચર્ચાનો માહોલ ગરમાયો છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
