News of Monday, 13th October 2025
મોરબીના રામ ઔર શ્યામ નગરમાં હડકાયા શ્વાનનો આતંક, આઠ વ્યક્તિને બચકા ભરી ઘાયલ કર્યા.
બાળક સહીત આઠ વ્યક્તિને બચકા ભરતા ઘાયલોને હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના રામ ઔર શ્યામનગરમાં હડકાયા શ્વાને આતંક મચાવી દીધો હતો એક બે નહિ બાળક સહીત આઠ વ્યક્તિને બચકા ભરી ઘાયલ કરતા અનેક ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા હડકાયા શ્વાનના આતંકને કારણે સ્થાનીકોમાં ભય જોવા મળી રહ્યો છે અને ઘરની બહાર નીકળતા સ્થાનિકો થરથર ધ્રુજી રહ્યા છે.
મોરબીના નવલખી રોડ પર આવેલ રામ ઔર શ્યામનગર સોસાયટીમાં હડકાયા શ્વાને રીતસરનો આતંક મચાવ્યો હતો માસૂમ બાળક સહીત આઠ વ્યક્તિને બચકા ભરી લીધા હતા જે સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે સોસાયટીમાં રહેતા બાળક, વૃદ્ધા સહિતના આઠ જેટલા વ્યક્તિને શ્વાને બચકા ભરી લેતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા હડકાયા શ્વાનના આતંકથી સ્થાનીકોમાં ભય અને ગુસ્સાની લાગણી જોવા મળી રહી છે મહાનગરપાલિકા તંત્ર હડકાયા શ્વાન અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
