<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

બુધવારે ગોંડલ શ્રી અક્ષર મંદિરે પૂ. મહંત સ્‍વામી મહારાજની પધરામણી

દિવાળી-નૂતન વર્ષ પર્વ બીએપીએસ સંસ્‍થાના વડાની અધ્‍યક્ષતામાં ઉજવાશે : સંતો -હરિભકતોમાં ઉત્‍સાહ

(જીતેન્‍દ્ર આચાર્ય-અશોક જોશી દ્વારા) ગોંડલ, તા. ૧૩: બી. એ. પી. એસ. સંસ્‍થાના વડા પૂ. મહંત સ્‍વામી મહારાજ તા. ૧૫ ઓક્‍ટોબર, બુધવારે ગોંડલના શ્રી અક્ષર મંદિર ખાતે પધારી રહ્યા છે. પ્રતિ વર્ષ તેઓશ્રીના સાન્નિધ્‍યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી અને નુતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવે છે. જેને લઈને ભકતોમાં અદમ્‍ય ઉત્‍સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. સમગ્ર અક્ષર મંદિરનાં પરિસરને ખૂબ જ સુંદર રીતે રોશની તેમજ કમાન દ્વારા શણગારવામાં આવ્‍યું છે. પ. પૂ. મહંતસ્‍વામી મહારાજ તા. ૧૫/૧૦/૨૦૨૫, બુધવાર થી તા. ૦૭/૧૧/૨૦૨૫, શુક્રવાર સુધી શ્રી અક્ષર મંદિર ખાતે બિરાજી ભક્‍તોને વિવિધ ઉત્‍સવોમાં સત્‍સંગ લાભ આપનાર છે. પ.પૂ. મહંતસ્‍વામી અનુકૂળતા મુજબ સવારે ૬:૦૦ કલાકે ઠાકોરજીની પૂજા દર્શન તેમજ સાંજે ૫:૩૦ કલાકે સત્‍સંગ સભામાં દર્શનનો લાભ આપશે. મહંત સ્‍વામી મહારાજના પૂજા દર્શન પૂર્વે પૂ. આદર્શજીવન સ્‍વામી મહંત ચરીતમ આધારિત કથામળતનું પાન કરાવશે. આ અવસરે દેશ-પરદેશથી હજારો હરિભક્‍તોનો પ્રવાહ અક્ષર મંદિર ખાતે પધારનાર છે.  દીપોત્‍સવ - નુતન વર્ષ નિમિત્તે મહંત સ્‍વામીના સાનિધ્‍યમાં ઉજવનાર ભક્‍તિસભર કાર્યક્રમોની ઝલક આ મુજબ છે.

(11:21 AM IST)