તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Monday, 13th October 2025
કુવાડવા પંથકના ૨૫ વર્ષના હવસખોર વિપુલે ૭ વર્ષની બાળાને પીંખી નાંખી
બાળકીને ગુપ્ત ભાગે, ગળા, છાતીના ભાગે ઇજાઓઃ ભાગ લેવા ગયેલી બાળા મોડે સુધી ઘરે ન આવતાં શોધવા નીકળેલી માતાને તે રડતી હાલતમાં મળીઃ બાળાની માતાને જોઇ વિપુલ દોટ મુકી ભાગ્યોઃ કુવાડવા પોલીસે દૂષ્કર્મ-પોક્સો હેઠળ ગુનો નોંધી સકંજામાં લીધો

રાજકોટ તા. ૧૩: હવસખોરીની એક ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. કુવાડવા પંથકમાં બનેલી આ ઘટનામાં એક ૨૫ વર્ષના વિકૃત ઢગાએ ૭ વર્ષની બાળાને પીંખી નાંખી હતી. તેમજ તેણીના ગુપ્ત ભાગે, છાતી, ગળાના ભાગે કોઇ વસ્તુથી કે હાથથી ઇજાઓ પણ પહોંચાડી હતી. ઘરેથી ભાગ લેવા જવા નીકળેલી દિકરી મોડે સુધી પરત ન આવતાં માતા તેણીને શોધવા નીકળી ત્યારે હવસખોર શખ્સ બાળાની માતાને જોઇ બાળાને મુકીને ભાગી ગયો હતો. રડતી બાળાએ પોતાની સાથે જે બન્યું તેની વિતક માતાને જણાવતાં તેણી ચોંકી ગઇ હતી. પરિવારજનોને જાણ કરી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો જાણ કરવામાં આવતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. પોલીસે તત્કાળ દૂષ્કર્મ, પોક્સો હેઠળ ગુનો દાખલ કરી હવસખોરને સકંજામાં લઇ હવસખોરીનું ભુત ઉતારી નાખવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે વિકૃત ઢગા પર કુવાડવા પંથકમાં ફીટકાર વરસી રહ્યો છે.
બનાવની જાણવા મળેલી માહિતી મુજબ આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ભોગ બનેલી ૭ વર્ષની બાળાના માતાની ફરિયાદ પરથી કુવાડવા પંથકમાં રહેતાં વિપુલ પ્રેમજીભાઇ ગોહેલ નામના ૨૫ વર્ષના શખ્સ વિરૂધ્ધ બીએનએસની કલમ ૭૪, ૭૫ (૨), ૭૬ તથા પોક્સો હેઠળ ગુનો દાખલ કરી તેને પુછતાછ માટે ઉઠાવી લીધો છે. ભોગ બનેલી બાળાન માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે સાંજે ચારેક વાગ્યે તેની ૭ વર્ષની દિકરી ઘરેથી ભાગ લેવા જવાનું કહીને નીકળી હતી. પરંતુ મોડે સુધી દિકરી પાછી ન આવતાં પોતે તેણીને શોધવા માટે નીકળી હતી. આ વખતે વિપુલ ગોહેલ નામનો શખ્સ બાળાની માતાને આવતી જોઇ બાળાને મુકીને ભાગી ગયો હતો.
દિકરી સાથે નક્કી કંઇક અજુગતું બન્યાનું મહિલાને જણાયું હતું. તે વખતે જ દિકરી રડવા માંડી હતી. આથી તેણીએ દિકરીના રડવાનું કારણ પુછતાં તેણીએ જણાવ્યું હતું કે પોતે ભાગ લેવા નીકળી ત્યારે વિપુલ તેને ફોસલાવીને તેના ઘરે લઇ ગયો હતો અને તેની સાથે અડપલા કરી ગુપ્ત ભાગે, છાતી, ગળા પર ઇજાઓ પહોંચાડી હતી. આ સાંભળી માતા ચોંકી ગઇ હતી. તેણે આ મામલે બીજા પરિવારજનોને જાણ કરી હતી અને બાદમાં પોલીસને જાણ કરી હતી.
કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ બી. પી. રજયા, અજીતભાઇ લોખીલ સહિતની ભોગ બનેલી બાળાની માતાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી હવસખોર વિપુલ ગોહેલને સકંજામાં લીધો હતો. તે પચ્ચીસ વર્ષનો છે અને અપરિણીત છે. ભોગ બનનાર બાળાને ઇજાઓ પહોંચી હોઇ ઝનાના હોસ્પિટલમાં સારવાર અપાવાઇ હતી. ૨૫ વર્ષના ઢગાએ ૭ વર્ષની બાળા સાથે આચરેલી બળજબરીના આ બનાવને પગલે કુવાડવા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે અને હવસખોર ઢગા પર સોૈ ફીટકાર વરસાવી રહ્યા છે. (૧૪.૭)
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
