News of Monday, 13th October 2025
સુત્રાપાડામાં પોલિયો બુથનો શુભારંભ કરાવતા પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ

સુત્રાપાડાઃ દો બુંદ જિંદગી કે ના સૂત્ર ને સાર્થક કરવા અને દેશભર માંથી પોલિયો ને સદંતર નાબૂદ કરવા સુત્રાપાડા મુકામે નગરપાલિકા હોલ માં બાળકોને બે ટીપા પોલિયોના પીવડાવી પૂર્વ મંત્રી જશાભાઈ બારડે પોલિયો બુથ નો શુભારંભ કરાવેલ હતો તેમજ ૦ થી ૫ વર્ષના તમામ બાળકો ને પોલિયો ના ટીપા તેમના વાલી પીવડાવે અને ભારત સરકારના આ સફળ આયોજનમાં સહકાર આપી પોતાના બાળકોને આ ગંભીર બીમારી થી બચાવે તેવી અપીલ જશાભાઈ બારડે વ્યક્ત કરેલ હતી અને જણાવેલ કે ૦ થી ૫વર્ષ ના એક પણ શિશુ પોલીયોના ટીપાથી વંચિત ન રહે તે માટે આપણે સૌ સહિયારી કાળજી સાથે જાગળત રહી ગુજરાતને સ્વસ્થ ગુજરાત બનાવવાનો સંકલ્પ લઈએ. પોલિયોના ટીપા માટે નગર પાલિકા વિસ્તાર માં ૧૩ બુથ બનાવવા માં આવીયા, જેમાં ૨૨૮૦ બાળકો ને પોલિયો ના ટીપા પીવડાવા નો લક્ષ્યાંક છે, સુપરવાઈઝ અશોકભાઈ વાઘેલા, રામસિંહભાઈ ઝાલા,ગીતાબેન બારડ આશાવર્કર બહેનો દ્રારા ૨૨૮૦ બાળકો ને પોલિયો ના ટીપા આપી ૧૦૦ ટકા લક્ષયાંક પૂરો કરવા માં આવશે. (તસ્વીર : અહેવાલઃ રામસિંહ મોરી-સુત્રાપાડા) (૯.૧ર)
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
