News of Monday, 13th October 2025
દ્વારકાના યુવા રઘુવંશી નિર્મલ સામાણી અને પરેશ ઝાખરીયાનો લોહાણા મહાજન ટ્રસ્ટમાં સમાવેશ થશે
ગરબા મહોત્સવમાં વર્તમાન ટ્રસ્ટીઓની સર્વાનુમતે જાહેરાત : રૂ. ૧૩ કરોડના ખર્ચે મહાજન વાડીનું પુનઃ નવનિર્માણ કાર્ય યથાવત

(વિનુભાઇ સામાણી-દિપેશ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૧૩ : હાલારના તિર્થ ક્ષેત્રે દ્વારકા શહેરના સૌથી મોટો જન સમુદાય ધરાવતા લોહાણા (રઘુવંશી) સમાજના ટ્રસ્ટમાં સમગ્ર હાલાર અને ગુજરાતભરમાં જાણીતા ચહેરાઓ નિર્મલ સામાણી ત્થા પરેશ ઝાપટીયાને ગત રાત્રીના ગૌશાળાના પરિસરમાં હજારો જ્ઞાતિજનો ત્થા પૂર્વ રઘુવંશીઓ અને વડીલોની તથા મહિલા મંડળની ઉપસ્થિતિમાં દ્વારકા લોહાણા મહાજન જે છેલ્લા પ૦ વર્ષથી કાર્યરત છે તેવા સમાજ લક્ષ્મી સેવાઓના સમુદ્ર સમાન ટ્રસ્ટમાં મહાજનના ટ્રસ્ટીઓ સંજય રાયઠઠ્ઠા, ડો. નિતીન બારાઇ અને હેમલ ગોકાણી એ સર્વાનુમતે બનને અગ્રણીઓને લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સમાવેશ કરવાની જાહેરાત કરી હતી.
ઉપરોકત નામની જાહેરાત વિજય ભાયાણીએ કરતાની સાથે જ સમગ્ર પટાગણમાં ગરબા ધુમી રહેલા રઘુવંશીઓમાં આનંદ ઉત્સાહની હેલ્લી જોવા મળી હતી ત્યાર બાદ બન્ને યુવાનોનું આવકાર સાથે સન્માન રઘુવંશી સમાજના રમણભાઇ સામાણી ત્થા ચંદુભાઇ બારાઇ (ઇશ્વર ઝાપટીયા/ વિનુભાઇ સામાણી વામનભાઇ ગોકાણી ત્થા જેન્તીભાઇ પાબારી (નરેન્દ્રભાઇ કક્કડ ઉપસ્થિત રહ્યા હતા.
નવનિયુકત થનાર નિર્મળ સામાણી હાલ લોહાણા મહાપરિષદ ત્થા લોહાણા જ્ઞાતિની અને અનેક વિધ સંસથા અને બિલ્ડર્સ ત્થા અનેક વિધ સામાજીક કાર્યો સાથે હંમેશા જોડાયેલા રહે છે.
જયારે પરેશ ઝાપટીયા છેલ્લા ર૦ વર્ષથી પાલિકાના ઉપપ્રમુખ પદે ત્થા ભાજપ શહેર પ્રમુખ પદે અને પાલિકાના પ્રતિનિધિ રૂપે દ્વારકાધીશ દેવાસ્થાન સમિતિના ટ્રસ્ટી પદે સેવાઓ આપી છે વર્તમાન તેઓ પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન પદે ત્થા દ્વારકા ટૂડે સોશ્યલ મીડીયા માધ્યમથી લોક ઉપયોગી સેવાઓ કરી રહ્યા છે. (૯.૧૪)
યુવા રધુવંશીઓ અને વડીલ વર્ગની મહત્વની ભૂમિકા
દ્વારકા, તા. ૧૩ : દ્વારકાના લોહાણા મહાજન ટ્રસ્ટના વધુને વધુ વિકાસ માટે નવરાત્રીના ગરબા મહોત્સવ દરમ્યાન લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ સાથે ખાસ કરીને રઘુવંશી યુવાનોએ ત્થા વડીલોએ પરામર્શ કરી સંયુકત રીતે લેવાયેલો આ નિર્ણય દ્વારકા માટે નહિ પરંતુ સમગ્ર દેશ-દુનિયાના લોહાણા સમાજ માટે પ્રેરણા રૂપ છે. વર્તમાન ટ્રસ્ટી જીતુભાઇ દાવડા અનિવાર્ય કારણોસર ઉપસ્થિત ન હોય પરંતુ તેમના દ્વારા પણ નિમણુંકને સહમતિ સાથે પત્રના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
