તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 13th October 2025
માંગરોળમાં દિવાલ કુદીને દિપડાએ ૩ બકરાનું મારણ કર્યુ

(નરેશ ગોસ્વામી દ્વારા) માંગરોળ તા. ૧૩ :.. માંગરોળમાં દિવાલ કુદી દિપડાએ ત્રણ બકરાનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
એકાદ માસ પહેલા પણ આ સ્થળે જંગલી પશુએ ચારેક બકરાને મોતને ઘાટ ઉતારી દીધા હતાં.
વન્ય જીવોના સતત આંટાફેરાથી લોકો ફફડી રહ્યા છે. શહેરના લાલબાગ વિસ્તારમાં નાળિયેરીના બગીચા આવેલા છે. અને મોટી સંખ્યામાં લોકો પણ વસવાટ કરે છે. અહીં રહેતા યુનુસભાઇ સુલેમાનભાઇ પારેખના ઘરના વાડામાં એકાદ મહિના પહેલા પણ મારણ કર્યુ હતું.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
