<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

ચોટીલા હાઇવેની પંજાબી ઢાબા, દરભંગા હોટલમાં બાયોડીઝલ કૌભાંડ ઝડપાયુઃ ૭૦ લાખનો માલ જપ્તઃ બન્ને હોટલો સીલ

ચોટીલા, તા. ૧૩: ચોટીલા સબ ડિવિઝન વિસ્‍તારમાં ગે. કા. ખનીજ ખનન, વહન સાથે ગે. કા કેમિકલનું મોટૂ વેચાણનું નેટવર્ક ચાલું છે. આવા ખનીજ તેમજ કેમિકલ માફિયા અને ગે. કા. ધંધા ને નાથવા સામે ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણા તથા તેઓની ટીમ સક્રિયતા સાથે દરોડા સહિતની કડક કાર્યવાહી કરી રહેલ છે.

તા. ૧૧ ના રાત્રીનાં ચોટીલા નાયબ કલેક્‍ટર તથા તેમની સંયુક્‍ત ટીમે રાજકોટ હાઇવે ઉપર મોટી મોલડી ગામ પાસે આવેલ યુ.પી.બિહાર પંજાબી ઢાબા હોટલ અને યુ.પી.બિહાર દરભંગા હોટલ  દરોડા પાડતા બંને હોટલ માંથી મોટા પ્રમાણમાં જવલનશીલ  પદાર્થ મળી આવેલ હતો જેમા બંને હોટલો માંથી જુદા જુદા પાંચ ટાંકાઓ મળી આવેલ છે તેમજ તેમજ એક  મોટુ ૪૦ કેએલ નું  શંકાસ્‍પદ  જવલનશીલ  પદાર્થ ભરેલો ટેન્‍કર પણ મળી આવેલ છે.

આ દરોડા દરમ્‍યાન કુલ ૪૩૨૫૦ લીટર બાયોડીઝલનો જથ્‍થો અને એક ટેન્‍કર મળીને  રૂ.૭૦,૭૦,૭૫૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરી સીઝ કરી હોટલ માલિક વાંકાનેરનાં ઠીકરીયાળા ગામના જેઠુરભાઈ રામભાઈ ખાચર, તેમજ ચોટીલાના ખેરડી ગામના વિક્રમભાઇ જોરૂભાઈ ધાંધલ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

ચોટીલા પંથકમાં પ્રાંત અધિકારીના ગે. કારોબાર અને ખનીજ, કેમિકલ માફિયાઓ સામે હાથ ધરાયેલ ઝૂંબેશ ને કારણે ફફડાટ મચેલ છે તેમ છતા ધંધાર્થીઓ અવનવી તરકીબ અપનાવી ગે. કા ધંધાઓ કરતા હોવાનું કહેવાય છે.

મોડસ ઓપરેન્‍ડીઃ ૧૩

કલાક ચાલી કાર્યવાહી

પકડાયેલ તમામ જથ્‍થો કોઈને શંકા ન જાય તે માટે રાખેલ બાયોડીઝલ પર પાકા બાંધકામ કરવામાં આવેલ હતા. જે સ્‍ટ્રકચર જેસીબી ની મદદથી તોડી પાડવામાં આવેલા હતા. ખુશ્‍બુ હોટલમાં રસોડાના પ્‍લેટફોર્મ ને બે ટાંકા બનાવી અને આ બાયોડીઝલ રાખવામાં આવેલ હતો , સદર તમામ ૫(પાંચ)  ટાંકાઓમાંથી  જવલનશીલ પદાર્થના નમુનાઓ લેવામાં આવેલ છે, સદરહું ગેરકાયદેસર અનઅધિકળત ધંધો પોતાની જિંદગી અને બીજાની જિંદગી જોખમમાં મૂકી કરતા હોય આગ જેવી દુર્ઘટના ફાટી નીકળવાની દુર્ઘટના બનવાની શકયતા રહેલ હતી અને મોટા પ્રમાણમાં જાન હાનિ થવાના શકયતા પણ રહેલ હતી. તંત્ર ના દરોડાની કાર્યવાહી તા. ૧૧ ના મોડી રાત્રીના ૧૨/૦૦ કલાક થી  બીજા દિવસે બપોરના ૦૧/૦૦ કલાક સુધી કાર્યવાહી ચાલુ રહી હતી.(૬.પ)

 

(12:27 PM IST)