News of Monday, 13th October 2025
માળીયા- હળવદ હાઇવે ઉપરથી ૧૦.૮૩ લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો
ડમ્પરમાં પતરા- તાલપત્રીની આડમાં દારૂનો જથ્થો લઇ જવા તો'ને મોરબી એલસીબીએ ઝડપી લીધો

તસ્વીરમાં પકડાયેલ ડમ્પર ચાલક અને દારૂનો જથ્થો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ, મોરબી)(૨.૧૩)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૩: માળિયા-હળવદ હાઈવે પર ડમ્પરના ઠાઠામાં પતરા અને તાલપત્રીની આડમાં છુપાવી લઇ જવાતો ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો એલસીબી ટીમે ઝડપી લીધો હતો ડમ્પરમાંથી ૧૦.૮૩ લાખનો દારૂ અને બીયરનો જથ્થો તેમજ ડમ્પર સહીત ૨૫.૯૩ લાખના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે અન્ય એક આરોપીનું નામ ખુલતા તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તરફથી માળિયા એક ડમ્પર જીજે ૩૬ વી ૫૦૦૩ આવતું હોય જેના ઠાઠામાં પતરા અને તાલપત્રીની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમી મળી હતી જેથી ટીમે માળિયા ભીમસર ચોકડી નજીક ઓવરબ્રિજ સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી અને ડમ્પર પસાર થતા રોકીને ચેક કર્યું હતું ડમ્પરમાંથી વ્હીસ્કી ૧૮૦ મિલીના ૪૩૨૦ ચપલા કીમત રૂ ૫,૧૮,૪૦૦ તેમજ બીયરના ૨૫૬૮ ટીન કીમત રૂ ૫,૬૪,૯૬૦ મળી આવ્યા હતા જેથી એલસીબી ટીમે દારૂ અને બીયરનો જથ્થો તેમજ ડમ્પર કીમત રૂ ૧૫ લાખ અને બે મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર સહીત કુલ રૂ ૨૫,૯૩,૩૬૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
પોલીએ આરોપી ડમ્પર ચાલક ચુનીલાલ અમેદારામ હુડા રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે તેમજ માલ મોકલનાર આરોપી વિજય જેન્તીભાઈ પટેલ રહે દેવળિયા તા. હળવદ વાળાનું નામ ખુલતા માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
