<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

જામનગરમાં પટેલ કોલોનીમાં 3 માળના મીરા એપાર્ટમેન્ટમાં બાલ્કનીનો અમુક ભાગ ધરાશાયી

તંત્રએ ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવવા કામગીરી કરી શરુ, મ્યુની.ડેપ્યુટી કમિશનર સહિતના ઘટના સ્થળે હાજર,

જામનગરમાં ફ્લેટની બાલ્કનીનો ભાગ ધરાશાયી હટ્યો છે,. પટેલ કોલોનીમાં આવેલ મીરા એપાર્ટમેન્ટનો બનાવ બન્યો છે., 3 માળના એપાર્ટમેન્ટમાં બાલ્કનીનો અમુક ભાગ ધરાશાયી હટ્યો છે, ઘટનાની જાણ થતા  તંત્રએ ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવવા કામગીરી કરી શરુ કરી છે, આ ઘટનાને પગલે  મ્યુની.ડેપ્યુટી કમિશનર સહિતના ઘટના સ્થળે પહોંચ્યા છે, જાણવા મળ્યા મુજબ કોર્પોરેશન દ્વારા અગાઉ બિલ્ડિંગને નોટિસ અપાઇ હતી ,એપાર્ટમેન્ટમાં વસતા લોકોને મકાન ખાલી કરવા સૂચના અપાઇ છે આ દુર્ઘટનામાં સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની નહી

 

(12:55 AM IST)