News of Tuesday, 14th October 2025
જુનાગઢમાં પોણા પાંચ લાખનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

જુનાગઢ, તા.૧૪: જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડીયા સાહેબ તથા પોલી અધિક્ષ શ્રી દાતાર રોડ નીચલા દાતાર રહેતો અલી ઉર્ફે બબલુ રફીકભાઇ મકરાણીએ એક નંબર પ્લેટ વગરના ડાલા જેવા વાહનમાં બહારથી ઇંગ્લીશ દારૂ મંગાવી પોતાના કબ્જાના નવા બનતા ગોડાઉનમાં ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો મંગાવીને રાખેલ છે અને સગે વગે કરવાની તૈયારીમાં છે જે બાતમી આધારે તપાસ કરતા ગોડાઉનમા ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પુઠ્ઠાની પેટી નંગ-૫૨ તથા પ્લા.ના ઝભલામા તથા બેરલોમાં છુટ્ટી ભરેલી બોટલો જે કુલ બોટલો નંગ-૧૧૦૩ કી.રૂ.૪,૮૭,૯૦૦/ તથા બેરલો નંગ-૬ કિં.રૂ.૩૦૦૦/નો મળી કુલ કી.રૂ.૪,૯૦,૯૦૦/નો મુદ્દામાલ કબ્જે લઇ આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી ‘એ' ડીવી.પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર આર.કે.પરમાર તથા પો.હેડ.કોન્સ. એમ.યુ.અબડા તથા એસ.એ.કારેથા તથા પો.કોન્સ. ખીમાણંદભાઇ કાનાભાઇ તથા કલ્પેશભાઇ ગેલાભાઇ તથા વિક્રમભાઇ નારણભાઇ તથા નરેન્દ્રભાઇ નારણભાઇ તથા જુવાનભાઇ રામભાઇ નાઓએ સાથે રહી કરેલ છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
