News of Tuesday, 14th October 2025
જેતપુર નદી કાંઠેથી અજાણ્યા યુવાનની કોહવાયેલ લાશ મળી : મોતના કારણ અંગે તપાસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૪: જેતપુરના અકાળાની ધારમાં નદીના કાંઠેથી અજાણ્યા યુવાનનો કોહવાયેલ મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અકાળાની ધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં ભાદર નદી ના કાંઠે કોઈ અજાણ્યા યુવાનનો કોહવાય ગયેલ મળતદેહ પડ્યો હોવાની સ્થાનિક ખેડૂતોએ ઉધોગનગર પોલીસને જાણ કરતા પોલીસ તુરતજ બનાવના સ્થળ પર પહોંચીને તપાસ કરતા મળતદેહના માથાનો ભાગ નદીના પાણીમાં હતો જે કોહવાય જઈ ચહેરા પરની ચામડી માંસ ઉતરીને માત્ર ખોપડી થઈ ગયેલ હતો.
જ્યારે શરીરનો માથાની નીચેનો ભાગ ફૂલી ગયેલ કોહવાયને એકદમ દુર્ગંધ મારતો હતો. તેના શરીરે કાળા કલર જેવો શર્ટ અને કાળા કલરનું પેન્ટ નજરે પડતું હતું. પોલીસે તેને સેવાભાવી હારૂનભાઇ રફાઈ ની ટીમની મદદથી મળતદેહને પ્રથમ જેતપુર સરકારી હોસ્પીટલ ખાતે ખસેડેલ જ્યાં તેનું પીએમ થઈ શકે તેમ ન હોય મોતનું સચોટ કારણ જાણવા ડોકટરના અભિપ્રાય મુજબ ફોરેન્સિક પીએમ કરાવવું પડે તેમ હોય ઉધોગ નગર પોલીસે મળતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મોકલવાની અને મળતદેહની ઓળખ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. (૯.૧૮)
તસ્વીરમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ અને ઘટનાસ્થળે પોલીસ નજરે પડે છે. (તસ્વીરઃ કેતન ઓઝા, જેતપુર)
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
