<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

માર્કેટયાર્ડ અમરેલીના વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચુંટાતા ચંદુભાઈ પોલરા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ તા. ૧૪, માર્કેટયાર્ડનાં વાઈસ ચેરમેનશ્રીની ચુંટણી માર્કેટયાર્ડના ચેરમેનશ્રી ભાવિનભાઈ સોજીત્રાના અધ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવી હતી. આ વાઈસચેરમેનશ્રીની ચુંટણીમાં ૧૯ ડિરેકટરોએ મત આપવાના હોય છે જેમાં ખેડૂત વિભાગનાં ૧૦, ખરીદ-વેચાણ મંડળી વિભાગનાં ૨, વેપારી વિભાગનાં ૪, સ્‍થાનિક પ્રતિનિધિનાં ૧ તથા સરકારશ્રી દ્વારા નિયુક્‍ત ૨ પ્રતિનિધિઓ, (૧) શ્રી જિલ્લા રજિસ્‍ટ્રાર , સહકારી મંડળીઓ, અમરેલી (૨) શ્રી જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, અમરેલી નાં પ્રતિનિધિ હોય છે.

વા.ચેરમેન તરીકે ચંદુભાઈ પોલરા રે. અમરેલીની દરખાસ્‍ત શ્રી રોકડ સુરેશભાઈએ મુકેલ અને તેને   કાળુભાઈ ભંડેરીએ ટેકો આપેલ હતો. બીજા કોઈ ડિરેકટરનું વાઈસચેરમેન તરીકે ફોર્મ ભરાયેલ ન હતુ. માત્ર એકજ વાઈસ ચેરમેનશ્રી તરીકે ચંદુભાઈ પોલરાનું ફોર્મ આવતા ચુંટણી અધ્‍યક્ષ શ્રી ભાવિનભાઈ સોજીત્રાએ શ્રી ચંદુભાઈ પોલરાને બિનહરીફ ચુંટાયેલ જાહેર કરેલ હતા.

વા.ચેરમેનશ્રી  તરીકે ચંદુભાઈ પોલરા બિનહરીફ ચુંટાતા તેમના સમર્થકો અને ચાહકોએ ફુલહારથી તેઓને વધાવી લીધેલ હતા. બજાર સમિતિના તમામ ડીરેકટરશ્રીઓ, માર્કેટયાર્ડના વેપારી તેમજ મિત્રોએ ફુલહાર કરી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(1:36 PM IST)