<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશ્‍મા પટેલે જુનાગઢમાં અન્‍નનો ત્‍યાગ કર્યો

ઝાંસીની રાણી પૂતળા પાસે આમરણાંત ઉપવાસ : ભુપેન્‍દ્રભાઈ પટેલને પત્ર પાઠવ્‍યો : બોટાદમાં ખેડૂતો APMCના કદડાના ખોટા નિયમો વિરૂધ્‍ધ શાંતિપૂર્વક રીતે આંદોલન ચાલી રહ્યું હતું તો ભાજપ ના ઈશારે પોલીસ દ્વારા અનેક અત્‍યાચાર કરી આંદોલન તોડવાનો પ્રયાસ થયો : ભાજપ સરકાર દ્વારા ખેડૂતો ઉપર આર્થિક, શારીરિક, માનસિક શોષણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૪: આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશ્‍મા પટેલે આજથી  અન્નનો ત્‍યાગ કર્યો છે.જૂનાગઢ ખાતે ઝાંસીની રાણી પૂતળા પાસે આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા છે.

રેશ્‍મા પટેલે ગુજરાતના મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને જણાવ્‍યું છે કે  ભાજપ સરકાર દ્વારા ખેડૂતો ઉપર આર્થિક, શારીરિક, માનસિક  શોષણ થઈ રહ્યું છે જેથી હુ રેશ્‍મા પટેલ આજથી આમરણ ઉપવાસની જાહેરાત કરું છુ. ખેડૂત હિત ની માંગણીઓ પૂર્ણ કરવા માંગ કરું છું.

રેશ્‍મા પટેલે વધુમાં જણાવ્‍યું છે કે બોટાદ માં ખેડૂતો APMCના કદડાના ખોટા નિયમો વિરૂધ્‍ધ શાંતિપૂર્વક રીતે આંદોલન ચાલી રહ્યું હતું તો ભાજપના ઈશારે પોલીસ દ્વારા અનેક અત્‍યાચાર કરી આંદોલન તોડવાનો પ્રયાસ થયો, હળદળ ગામમાં ખેડૂતો શાંતિપૂર્વક રીતે આંદોલન કરતા હતા તો ભાજપના ઈશારે શાંત આંદોલનને ઉગ્ર બનાવી ગુંડાઓ દ્વારા હિસા કરવાનું કાવતરું કરી અમારા આંદોલનને બદનામ કરવામાં આવ્‍યું છે અને અમારા હળવદ ગામના નિર્દોષ ખેડૂતોને પકડીને જેલમાં પૂર્યા છે, ભાજપના ઈશારે પોલીસ દ્વારા હળદર ગામના ઘરના દરવાજા તોડીને પોલીસ અંદર ઘૂસી ખેડૂતોને માર્યા છે, માતાઓ બહેનોને ડરાવ્‍યા છે, બાળકોના પેટમાં ફફડાટ થાય તેવા વર્તન કર્યા છે, અમારા ભાઈઓ ઉપર, ખેડૂતો ઉપર ખોટા કેશ કર્યા છે અમે આ અત્‍યારનો વિરોધ કરીએ છીએ અને નીચેની માંગણીઓ પૂર્ણ ના થાય ત્‍યાં સુધી હું રેશ્‍મા પટેલ આજ તારીખ ૧૩/૧૦/૨૦૨૫ ના રોજ થી અન્ન નો ત્‍યાગ કરી ‘આમરણ ઉપવાસ' ઉપર ઉતરી છું. ખેડૂત હીત ની નીચે ની માંગણીઓ પૂર્ણ ના થાય ત્‍યાં સુધી મારા આમરણ ઉપવાસ ચાલુ રહેશે.

મારી માંગણીઓ છે કે  આખા ગુજરાતની APMC માર્કેટ , સહકારી મંડળીઓ, ખેડૂત પશુપાલક સાથે સંકળાયેલી સસ્‍થાઓમાં ખેડૂતોનું અનેક પ્રકારે શોષણ થાય છે તો અમે નિવારણ માટે કિસાન હિતની નીતિઓ ઘડવા માટે ‘કિસાન આયોગ-કમિશન'ની તાત્‍કાલિક રચના કરવાની માંગ કરીએ છીએ ૨) બોટાદ (હળદર ગામ)ના નિર્દોષ ખેડૂતોને તાત્‍કાલિક મુક્‍ત કરો અને અમારા ભાઈ રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ સહિતના ભાઈઓ અને ખેડૂતો ઉપરના ખોટા કેશ તાત્‍કાલિક પાછા ખેંચો. બોટાદ APMCની કદડા પ્રથા બંધ કરવા, અન્‍ય માંગણીઓ લેખિત આપી બાંહેધરી આપો. તેમ અંતમા રેશ્‍મા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટીએ જણાવ્‍યું છે.(તસ્‍વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:40 PM IST)