<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

કચ્છના મુન્દ્રામાં જન સેવા સંસ્થા દ્વારા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી

મુન્દ્રા માં ગોલ્ડન ટ્રાન્સપોર્ટ પરિવાર ના શેખ શબ્બીર ભાઈ વ્હોરા ના સહયોગ થી જન સેવા ના માધ્યમ થી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ : પરિવારના ૮ વર્ષના નાના બાળક બુરહાનુદિનએ બાળકો ને ભોજન પીરસ્યુ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : કચ્છના મુન્દ્રા મધ્યે જન સેવા સંસ્થા દ્વારા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુના જન્મદિન પ્રસંગે મુન્દ્રા ના ગોલ્ડન ટ્રાન્સપોર્ટ પરિવાર દ્વારા ગરીબ બાળકો 

ને ભોજન સાથે વિવિધ મીઠાઈઓ પીરસવા માં આવી હતી.

દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરુ સૈયદના મોહમદ બુરહાનુદિન સાહેબ (રી. અ ) ના 112મા જન્મદિન પ્રસંગે

અને સૈયદના મુફદલ સૈફુદીન સાહેબ (ત. ઉ. સ.)ના 82મા જન્મદિન પ્રસંગે 

મુન્દ્રા માં ગોલ્ડન ટ્રાન્સપોર્ટ પરિવાર ના શેખ શબ્બીર ભાઈ વ્હોરા ના સહયોગ થી જન સેવા ના માધ્યમ થી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાઈ હતી..

આજની સેવાકીય પ્રવૃત્તિ પરિવારના ૮ વર્ષના નાના બાળક બુરહાનુદિન એ બાળકો ને ભોજન પીરસ્યુ હતું.

આજની સેવાકીય પ્રવૃત્તિ માં ગોલ્ડન ટ્રાન્સપોર્ટ ના શબ્બીર ભાઈ વ્હોરા, કાઇદ ભાઈ વ્હોરા, ઈબ્રાહીમ વ્હોરા એ સહયોગ આપ્યો હતો. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(2:29 PM IST)