<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

જ્યોતિ કળશ રથયાત્રા 17 ઓક્ટોબરે મોરબી શહેરમાં પરિભ્રમણ કરશે.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા તા. 31-10-2025 સુધી જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા તા. 31-10-2025 સુધી જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન મોરબી જિલ્લામાં રથયાત્રાનું પરિભ્રમણ કરાવવામાં આવશે. જેમાં તારીખ 17-10-2025ના રોજ 5:30 કલાક દરમ્યાન સો ઓરડી, વરિયા મંદિર ખાતે રથયાત્રા નીકળશે. ત્યારે આ કળશના દર્શન, પૂજન અને આરતીનો લાભ લેવા સૌ ધર્મપ્રેમી ભાઈ-બહેનોને મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર, ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(10:30 PM IST)