તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 14th October 2025
ખોખરા સીસી રોડની મંજૂરી બદલ સરકાર અને ધારાસભ્યનો આભાર માનતું સિરામિક એસોસિએશન.
બેલા થી ભરતનગર ખોખરા હનુમાન સીસી રોડનું ટેન્ડર પાસ કરી વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના ખોખરા રોડ અને પીપળી રોડના ઉદ્યોગોને ઘણા સમયથી ખોખરા રોડ જે નેશનલ હાઈવેને સીધો સ્ટેટ હાઈવેનો જોડતા લિંક રોડની ખૂબ જ જરૂરિયાત હતી. આ જરૂરિયાતને ધ્યાને લઈને ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જે બાદ રાજ્ય સરકારે ઝડપથી આ રોડના કામને મંજૂરી આપી છે. બેલા થી ભરતનગર ખોખરા હનુમાન સીસી રોડનું ટેન્ડર પાસ કરી વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. હવે ટૂંક જ સમયમાં એજન્સી કામ ચાલુ કરી દેશે.
આ સીસી રોડથી ખોખરા હનુમાન રોડ અને પીપળી રોડના ઉદ્યોગોને ખૂબ જ ફાયદો થશે. સાથે જ પવિત્ર યાત્રાધામ ખોખરાધામ આવતા શ્રદ્ધાળુઓને પણ સરળતા રહેશે. આ રોડના કામની મંજૂરી બદલ ખોખરા રોડ અને પીપળી રોડના ઉદ્યોગો વતી મોરબી સિરામિક એસોસિએશન દ્વારા રાજ્ય સરકાર અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કરાયો છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
