<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

ત્રણ વર્ષથી ચાલતા ભીમાસર-ભુજ વચ્ચેના નવા નેશનલ હાઇવેના વિલંબ માટે સરકાર જવાબદાર: વી.કે. હુંબલ

કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ ગેટકોની વીજ લાઇન હટાવાતી નથી એટલે તૈયાર થઈ ગયેલા હાઇવેનું કામ અધૂરું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૫ : ભીમાસરથી ભુજ નેસનલ હાઇવે -341 નું છેલ્લા 3 વર્ષથી કામ ચાલુમાં છે અને 90% જેટલી કામગીરી પૂરી થઇ ગયેલ છે. પરંતુ આ રોડના  કામમાં  ગુજરાત સરકાર અને  કેન્દ્ર સરકારની ઢીલીનીતિ તેમજ બેદરકારીના કારણે રોડના કામમાં વિલંબ થઇ રહેલ છે.

          વરશામેડી ઓવર બ્રિજ ઉપરથી ગેટકોની વીજ લાઇન પસાર થાય છે. જે છેલ્લા 3 વર્ષથી હટાવી શકાયેલ નથી તેના માટે જવાબદાર ગુજરાત સરકારની જેટકો કંપની છે આ બ્રિજ અધવચ્ચે અટકેલો પડેલ છે. ભીમાસર – અંજાર- ભુજના રેલવેના ઓવરબ્રિજ પૂરા થવામાં છે. જ્યારે જેટકોની મંજૂરીના કારણે વરશામેડીનો ઓવરબ્રિજ અધૂરો છે તેવી જ રીતે કુકમાં રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવાનું કામ અટકેલું પડ્યું છે, જેના માટે જવાબદાર કેન્દ્રની સરકાર છે, કારણ કે બાગાયત ખેતીની જમીનો બચાવવી હોય તો હાલના ફાટક ઉપરથી ઓવરબ્રિજ બનાવવો જોઈએ તેવી ખેડૂતોની માંગણી છે, અને આ માંગણી મુજબ બ્રિજ બને તો કોઈને વાંધો નથી. પરંતુ આ બાબતે પણ કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય કરતી નથી. જેના કારણે કાયમી ટ્રાફિક જામ થાય છે અને જો આ પુલ માટેનો કોઈ નિર્ણય નહીં લેવાય તો એજન્સી હાલનું કામ પૂર્ણ કરી જતી રહેશે તો આ બ્રિજની હાલત ભુજોડી બ્રિજ જેવી થશે અને કદાચ 10 વર્ષે પણ બ્રિજ પૂરો નહીં થાય. તો આના માટે પણ જવાબદાર ભાજપની સરકાર રહેશે . જેથી આ નેશનલ હાઈ-વેના કામ જલ્દી પૂરું થાય તે માટે સાંસદ વિનોદ ચાવડા રસ લઈ કામમાં થઇ રહેલ વિલંબ દૂર થાય તે માટે પ્રયાસો કરે, ભીમાસર-ભુજ હાઇ-વે જલ્દી પૂરો થાય તો ટ્રાફિકની સમસ્યા દૂર થાય બાકી તો અત્યારે રોડનું કામ અધૂરું છે. જેના માટે ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારની ઘોર બેદરકારી છે. તેવો કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે હુંબલે આક્ષેપ કર્યો છે.

(9:01 AM IST)