News of Wednesday, 15th October 2025
કચ્છના વિગોડી ગામે બેકાર પુત્રએ પથ્થર વડે પિતાનું ઢીમ ઢાળ્યું
કમાવવા બાબતે ઠપકો આપતા ખાટલા ઉપર સૂતેલા ૭૦ વર્ષીય વૃદ્ધ ફકીરમામદ આમદ નોડેના મોઢા ઉપર તેના ૪૦ વર્ષીય પુત્ર અભુભખરે પથ્થર ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : આક્રોશમાં પારિવારિક સંબંધોનું પતન કરતા બનાવો સમાજમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હાલમાં જ કચ્છના સામત્રા ગામે રૂપિયા માટે પત્નીએ પતિને સળગાવી મારી નાખ્યો હોવાના બનાવની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ પુત્રના હાથે પિતાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. નખત્રાણા તાલુકાના વિગોડી ગામે રાત્રે ખાટલા ઉપર સૂતેલા ૭૦ વર્ષીય વૃદ્ધ ફકીરમામદ આમદ નોડેના મોઢા ઉપર તેના ૪૦ વર્ષીય પુત્ર અભુભખરે પથ્થર ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા. બેકાર પુત્રએ કમાવવા માટે પિતા ઠપકો આપતા હોઈ આક્રોશ અને ઉશ્કેરાટમાં પિતાનું ખૂન કરી નાખ્યું.
હત્યાના આ બનાવે ચકચાર સાથે અરેરાટી સર્જી છે. નખત્રાણા પીઆઈ એ.એમ. મકવાણાએ હત્યારા પુત્રને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
(9:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
