News of Wednesday, 15th October 2025
કચ્છના ધ્રબ અને ગળપાદર ગામે ટ્રક હડફેટે બે બાઇકચાલક યુવાનોના મોત
વધતા જતા માર્ગ અકસ્માતો વચ્ચે કચ્છમાં બે અલગ અલગ અકસ્માતમાં બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : વધતા જતા માર્ગ અકસ્માતો વચ્ચે કચ્છમાં બે અલગ અલગ અકસ્માતમાં બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મુન્દ્રાના ધ્રબ ગામ પાસે જીઆઇડીસી નોકરી ઉપર જતા ૩૬ વર્ષીય રબારી યુવાન મશરૂ પાબાભાઈને ટ્રકે હડફેટે લેતા કરુણ મોત નીપજ્યું હતું. બીજો બનાવ અંજાર ગાંધીધામ હાઇવે ઉપર બન્યો હતો. ગળપાદર ગામ પાસે ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ આવતા બાઈક ચાલક એમ.ડી. સુબ્રત એ બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ હતી. જેના કારણે બાઈક ચાલકને માથામાં ગંભીર ઇજાઓ થતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે બંને બનાવોનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(9:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
