News of Wednesday, 15th October 2025
ઉના પંથકમાં ૫૬ લાખનો દારૂ મોકલનાર વલસાડનો રોનક લાલજી ટંડેલ ઝડપાયો
ચાર દિવસ પહેલા ઉનાના દરિયામાંથી પોલીસે દારૂના જથ્થા સાથેની બોટ પકડી લીધી હતીઃ આ દારૂ કોને આપવાનો હતો? તેની તપાસ

(નવીન જોષી દ્વારા) ઉના,તા.૧૫: ઉનાના દરિયામાં મહારાષ્ટ્ર પાસીંગની બોટમાંથી નવાબંદર પોલીસે ૪ દિવસ પહેલા પકડી પાડેલ ૫૬ લાખના ઇગ્લીંશ દારૂના જથ્થા અંગે તપાસ કરતા આ દારૂ મોકલનાર વલસાડના રોનક લાલજી ટંડેલનું ᅠનામ ખુલા પોલીસે ટેકનીકલ સોર્સના આધારે લોકેશન મેળવીને રોનક લાલજીને પકડી લીધો છે.
ગત તા ૧૦/૧૦/૨૫ ના રાત્રિ ના ઉનાના સિમર ગામ ના દરિયા માં ભેંસલા ટાપુ પાસે મહારાષ્ટ્ર પાસિંગની બોટ માં દસ લોકો ને પરપ્રાંત ની ઈંગ્લીશ દારૂ અને બિયર ૧૩૫૦૦બોટલ રૂપિયા ૫૬,૧૭,૩૬૦/ના મુદામાલ સાથે પકડી લીધો હતો. જેની તપાસ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ના ઈનચાર્જ પી આઈ. હરેશ ભાઈ . જેબલિયા,એ. એસ. આઈ. કંચન બેન પરમાર, હેડ કોન્સ્ટેબલ પી. પી. બાંભણિયા, મનુ ભાઈ સોલંકી, સ્ટાફે શરૂ કરી હતી.
ટેકિનકલ સોર્સ અને આરોપી ઓ ના પકડાયેલ મોબાઇલ ફોન માંથી ટેકનિકલ સોર્સ માધ્યમ થી દારૂ નો જથ્થો સાથે પકડાયેલ મુખ્ય આરોપી. વિશાલ મહેશ પટેલ રે. સુરત વાળા એ પોલીસ ની પાસે કબૂલ કર્યું હતું કે રોનક લાલજી ટંડેલ રે. વલસાડ એ દારૂ નો જથ્થો આપેલ હોય આરોપી રોનક લાલજી ટંડેલ નું લોકેશન મેળવી વલસાડ ગામે પહોંચી દબોચી લઈ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન લાવી રોનક લાલજી ટંડેલ મૂળ રહેવાસી નાની દાંડી હાલ વલસાડ ઉ.વ.૩૩ ની ધરપકડ કરી હતી.
બીજો આરોપી વિશાલ ઢોડીયા રે. ઉમરગામ કયાં છે ? તે માહિતી મેળવવા તેમની પૂછ પરછ શરૂ કરી છે કે આ દારૂ નો જથ્થો કોને કોને મંગાવેલ છે. કોને આપવાનો છે.? તેની માહિતી મેળવવા પોલીસ મથી રહી છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
