News of Wednesday, 15th October 2025
દિવાળી આસપાસ હજુયે છેલ્લો હળવો વરસાદી માહોલ છવાશે ખરો?
બંગાળની ખાડીમાં ઉદભવીને આ સિસ્ટમ અરબસાગરમાં આવી મજબૂત બનશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૫: દક્ષિણ- પશ્ચિમ અર્થાત નેઋત્યનું ચોમાસુ રાજયના સંપૂર્ણ ભાગોમાંથી વિદાય લઇ, મોન્સુન વીડ્રોવલની રેખા અન્ય રાજયોને પણ આવરી રહી છે. હવે ઉતર- પૂર્વનું ચોમાસુ તેના અલ્પ સમયગાળા માટે શરૂ થશે. હાલ બંગાળની ખાડીથી વધુ એક સીસ્ટમ બનીને તે શ્રીલંકા થઇ અરબસાગર તરફ ગતિ કરશે. અરબસાગરમાં આ સીસ્ટમ ડીપ્રેશન- ડીપડીપ્રેશન અને કદાચ વાવાઝોડામાં પણ રૂપાંતર થાય જેનું કંઇ નક્કી ન કહેવાય. અન્ય વેધર મોડેલ આ સીસ્ટમ વાવાઝોડું બને તેવું પણ દર્શાવે છે.આઇએમડી ટેનડેઝ ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં આ સીસ્ટમ ઉતર પશ્ચિમ તરફ આગળ ધપે તેવું દર્શાવે છે. આ સીસ્ટમની અસરથી દિવાળી આસપાસ (દિવાળી પહેલા અને દિવાળી પછીનો સમયગાળો) ગુજરાત સુધી વાદળો છવાશે અને હળવી છાંટાછૂટીની સંભાવના આ મોડેલ મેપ્સમાં હાલ જોવા મળે છે. સ્કાયમેટના વી.પી. મહેશ પલાવત આ સંભવિત સીસ્ટમ અંગે જણાવે છે કે, આ સીસ્ટમથી આગામી દિવસોમાં શ્રીલંકા- કેરળ અને દક્ષિણ તાીલનાડૂમાં ભારે વરસાદ થઇ શકે છે. પણ આ અંગે હજુ સપ્તાહ જેટલો સમય બાકી હોઇ, આ સીસ્ટમ વાવાઝોડું બનશે કે કેમ? ગુજરાતના દક્ષિણ અને સોૈરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોમાં સામાન્ય વરસાદ સિવાય ગુજરાતના અન્ય વિસ્તારો અને મહારાષ્ટ્રમાં કોઇ ભારે અસર કરશે કે કેમ? તે હાલ કહેવું અસંભવ છે. હાલતો આ સીસ્ટમ યમન- ઓમાન તરફ ગતિ કરે તેમ કહી શકાય. ગુજરાતમાં ૧૮ તારીખથી વાતાવરણ પલટશે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
