News of Wednesday, 15th October 2025
જેતપુરમાં શ્રી વિરાટ વાજપેય મહા સોમયજ્ઞ મહોત્સવનું આયોજન
અગ્નિહોત્રી દિક્ષીત પૂ. ગો. ૧૦૦૮ શ્રી રઘુનાથજી મહારાજ તથા દિક્ષીત પત્નિ અ.સૌ. પૂ. જાનકીવહુજીના સર્વાધ્યક્ષ સ્થાને અને જયેશ રાદડીયાની આગેવાનીમાં ધર્મોત્સવ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧પઃ જેતપુરના આંગણે યોજાનાર સોમ યજ્ઞ માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
જીવમાત્રના સુખ, સમળદ્ધિ, કલ્યાણ અર્થે શહેરમાં બીજી વખત શ્રી વિરાટ વાજપેય મહા સોમ યજ્ઞ મહોત્સવ તથા શ્રી વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞ નું ભવ્યાતિ ભવ્ય આયોજન અગ્નિહોત્રી દીક્ષિત પૂ. ગો. ૧૦૦૮ શ્રી રઘુનાથજી મહારાજશ્રી તથા દીક્ષિત પત્ની અ. સૌ. પૂ. શ્રી જાનકી વહુજી ના સર્વાધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના આગેવાની માં આગામી તા. ૨૮ થી ૩/૧૧/૨૫ દરમ્યાન યોજાનાર હોય આ સોમ યજ્ઞના આયોજનના ભાગરૂપે સોમ યજ્ઞનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન લેઉવા પટેલ સમાજ ધોરાજી રોડ ખાતે કરવામાં આવેલ હતું.
જેમાં પૂ. ગો. ૧૦૦૮ શ્રી રઘુનાથજી મહારાજશ્રી એ આ સોમ યજ્ઞ વિશે માહિતી આપી હતી અને સૌમયજ્ઞનું મહત્વ સમજાવ્યું હતું. આ સૌ યજ્ઞમાં અગ્નિશિખા એટલે કે ૩૦ ફૂટ ઊંચો અગ્નિ થશે જેમાં નારાયણના સ્વરૂપના દર્શન થતા હોય છે અને અક્ષત વર્ષા કરવામાં આવે છે.
સોમ યજ્ઞ સમિતિ જયેશભાઈ રાદડિયા પણ આ સોમ યજ્ઞમાં પરિવાર હાજર રહી લાભ લેવાના હોય. પ્રમુખ જયંતીભાઈ રામોલિયાએ તમામ પત્રકારોને આ સોમ યજ્ઞનો બહોળો પ્રચાર પ્રસાર કરવા જેથી વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ ધન્ય થઈ શકે તેવી અનુરોધ કર્યો હતો.
આ સોમ યજ્ઞનો લહાવો લેવા દૂરથી લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડશે તેની સમગ્ર વ્યવસ્થા માટે તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે આ સેવા યજ્ઞમાં ૨૦૦ થી પણ વધુ પુરુષો અને મહિલાઓ સેવામાં જોડાશે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
