<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

મોબાઇલ ખરીદ કરવા આવેલા ગ્રાહકને મળ્‍યું મોત

વઢવાણમાં એક અનોખો કિસ્‍સો સામે આવ્‍યો

વઢવાણ, તા. ૧પ : વઢવાણ ધોળી પોળ વિસ્‍તારમાં આવેલા દરવાજા ની અંદર એક મોબાઇલની દુકાને પિતા પુત્ર દિવાળીના સમયે એક મોબાઇલ ખરીદ કરવા માટે આવ્‍યા હતા અને મોબાઈલ ખરીદ કરવા આવેલા ગ્રાહકને આ એક બોર્ડ ચડાવી આપવા માટેની દુકાનધારકે વિનંતી કરતા પિતા પુત્ર દરવાજા ઉપર બોર્ડ ચડાવવા માટે ચડેલ ત્‍યારે અચાનક જીબીના વાયરો શોર્ટ સર્કિટ થતાં ઘટના સ્‍થળ ઉપર જ રમેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ દલિત સમાજના યુવાનનું કમ કમાટી ભર્યું મોત નીપજ્‍યું હતું જ્‍યારે આ ભાઈ વઢવાણ શહેરના નવા દરવાજા બહાર આવેલ વાડી વિસ્‍તારમાં રહેતા હોવાનું સામે આવ્‍યું હતું ત્‍યારે પરિવારજનોને પણ આ અંગેની જાણકારી મળતાની સાથે જ તેઓ  ઘટના સ્‍થળ ઉપર પહોંચ્‍યા હતા અને રમેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ના ડેડબોડીને ત્‍યાં ભેગા થયેલા લોકોએ ઉપરથી ડેડ બોડી નીચે ઉતાર્યું હતું અને પીએમ માટે લઈ જવામાં આવ્‍યો હતો ત્‍યારે પોલીસ પણ સાર્વજનિક હોસ્‍પિટલ ખાતે પહોંચી હતી અને સમાજના લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્‍યા હતા ત્‍યારે વઢવાણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. (૯.૧૯)

(11:36 AM IST)