<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

પાટણવાવ પંથકની સગીરાનું અપહરણ કરનાર આરોપી અજીતને રાજકોટમાંથી ઝડપી લેવાયો

રૂરલ એન્‍ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનીટે દબોચી લીધોઃ ભોગ બનનાર સગીરા પણ મળી આવી

રાજકોટ, તા., ૧પઃ પાટણવાવ પંથકની સગીરાનું અપહરણ કરનાર આરોપી અને સગીરાને રૂરલ એન્‍ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનીટે રાજકોટમાંથી ઝડપી લીધા હતા.

રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા ગુમ-અપહરણ થયેલ વ્‍યકિત-બાળકોને શોધવા સુચના કરેલ હોય પાટણવાવ પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર અજીત મડીયાભાઇ મેડા ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે. મોટીમારડ ગામ તા. ધોરાજી હાલ રે. મંડલી તા. રાણાપુર એમ.પી.ને ભોગ બનનાર સાથે રોજ રાજકોટ શહેર માર્કેટ યાર્ડની પાછળ ઝુંપડપટ્ટી વિસ્‍તાર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.

આ કાર્યવાહી રૂરલ એન્‍ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનીટના પોલીસ ઇન્‍સ્‍પેકટર આર.જે.ગોધમ, દિલીપભાઇ કાળોતરા તથા  મનીષાબેન ખીમાણીયા દ્વારા કરાઇ હતી

(11:37 AM IST)