News of Wednesday, 15th October 2025
બગસરાના કૃષિ મેળામાં ‘આપ'ના હોદેદારોને પ્રવેશ ન મળતા હોબાળો
તાલુકા કક્ષાનો કૃષિ મેળો પોલીસ છાવણીમાં ફેરવાયો

(સમીર વીરાણી દ્વારા) બગસરા, તા. ૧પઃ બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે આજે કળષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગસરા ઘારી વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિત રાજકીય પદાધિકારીઓ તેમજ અધિકારીઓ હાજર હતા તે સમયે આમ આદમી પાર્ટી દ્વારા આ કળષિ મેળામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી માહિતીને આધારે સમગ્ર કળષિ મેળો પોલીસ છાવણીમાં બદલાય ગયો હતો.
ભાવનાબેન સતાસિયા સહિતના અનેક કળષિ આગેવાનો જેવાકે ભાવેશભાઈ ગોધાણી બગસરા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમજ તેમજ પ્રગતિશીલ ખેડૂત અને તેમના સાથી મિત્રો જેવાકે સુધીરભાઈ બોરડ જિલ્લા પંચાયત પ્રભારી આમ આદમી પાર્ટી તેમજ આમ આદમી પાર્ટીના બીજા અનેક સભ્યોને કળષિ મેળામાં પ્રવેશતા પહેલા રોકી દેવામાં આવ્યા હતા.
જેને પગલે ખેડૂતો દ્વારા બહાર મેદાનમાં હોબાળો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ તમામ ખેડૂતોને બહાર જ રોકી દેવામાં આવતા ઘણા ખેડૂતોમાં ગુસ્સો જોવા મળી રહ્યા હતા. હકીકતમાં અનેક ખેડૂતો કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોય અને પ્રગતિશીલ ખેડૂત હોય તેમ છતાં તેમને પણ પ્રવેશ ન મળતા તેઓને ધર્મનો ધક્કો થયો હોવાનો અહેસાસ થયો હતો.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
