<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

આટકોટમાં જસદણ ચોકડી પાસે બેકાબુ કારે રીક્ષા અને પાણીપુરીની લારીને ઉલાળ્‍યા

 

તસ્‍વીરમાં કારે રીક્ષા અને લારીને ઉલાળ્‍યા તે નજરે પડે છે (તસ્‍વીરઃ કરશન બામટા-આટકોટ)

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા. ૧પઃ આટકોટ જસદણ ચોકડી પાસે જસદણ તરફથી આવતી swift કાર બેકાબુ બની હતી. આ કાર એક સોડા ની રીક્ષા પાણીપુરી ની લારી ને હડફેટે લીધા હતા જોકે કોઈ ધટના સ્‍થળે હાજર ન હોવાથી મોટી ધટના બની ન હતી.

જસદણ તરફથી ફુલ સ્‍પીડમાં આ ગાડી આવતી હતી જે ચોકડી પાસે ગોળાઈ કાપી ન શકી હતી આ ગાડીમાં ચાર લોકો સવાર હતાં ગાડી નું એન્‍જીન ભાગી ને ભુક્કો થઈ ગયું હતું લોકો એ જણાવ્‍યું હતું કે આ લોકો પીધેલી હાલતમાં હશે અકસ્‍માત થતાં તેમને પણ ઈજા પહોંચી હતી જેમને તાત્‍કાલિક ૧૦૮ મારફતે દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા ધટના સ્‍થળે અકસ્‍માત જોવા લોકોના ટોળા ઉમટી પડ્‍યા હતા ધટના સ્‍થળે આટકોટ પોલીસ પણ દોડી આવી હતી આ ગાડી કોની છે તેની તપાસ હાથ ધરી હતી આ ધટના સાંજ સમયે બની હોત તો આ સ્‍થળ પર લોકો ની અવરજવર વધું રહેતી હોય છે તેમજ પાણી પુરી ખાવા વાળા હોય છે પણ રાત્રે અકસ્‍માત થતાં કોઈ મોટી ધટના બની ન હતી આટકોટ પોલીસ આ કાર ચાલક સામે શું કાર્યવાહી કરે તે જોવા નું રહેશે  આ ગોળાઈ પાસે એક બમ્‍પ બનાવો જોઈએ જેથી અવારનવાર અકસ્‍માતના બનાવો અટકી જાય અને વાહનો ધીમાં ચાલે ચોકડી પાસે અવારનવાર અકસ્‍માતના બનાવો બને છે છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી.

(11:43 AM IST)