News of Wednesday, 15th October 2025
મોટી પાનેલી આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના પીડિત ખેડૂતોના સમર્થનમાં મૌન રેલી
કાર્યકરોએ કાળી પટ્ટી બાંધી પોલીસની દમનકારી કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કર્યોં

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા.,૧પઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ખાતે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ ખુબ ગવાયેલ બોટાદ પ્રકરણ ખેડૂતો ઉપર પોલીસના દમનકારી વ્યવહાર સામે સૌરાષ્ટ્ર ભરમાં ઘેરા પ્રત્યાંઘાત પડ્યા છે ખાસ કરીને ખેડૂતોમાં સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અને ખેડૂતો પરના અત્યાચારની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આજરોજ મોટી પાનેલીમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના પીડિત ખેડૂતોના સમર્થનમાં અત્રેના લીમડા ચોકથી મુખ્ય બજારોમાં ફરી એક મૌનરેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં કાર્યકર્તાએ પોલીસ અને સરકારના દમનકારી વલણ સામે કાળીપટ્ટી બાંધી વિરોધ પ્રદર્શિત કરેલ સાથેજ સરકાર અને પોલીસ સામે પાર્ટીના સિનિયર કાર્યકર્તા ડી. કે. ક્લોલા દ્વારા ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવેલ કે ગુજરાતની પ્રજાએ અને ખેડૂતો એ ભાજપ સરકારને મત આપી પ્રજાના કલ્યાણ માટે અને ખેડૂતોના હિત માટે ગાંધીનગરમાં બેસાડ્યા છે ત્યારે આજે આ ભાજપ સરકાર ખેડૂત વિરોધી નીતિઓ અપનાવી ખેડૂતો ઉપર ગુંડાઓની જેમ તૂટી પડી દમનકારી વર્તન કરી ખેડૂતોના સ્વમાન ઉપર ઘાત કર્યો છે જે ખેડૂતોની પેઢીઓમાં કયારેય કોઈ અનૈતિક કાર્ય કરેલ ના હોય પોલીસ સાથે કોઈ પનારો રહ્યો ના હોય તેવા ખેડૂતો ઉપર અત્યાચાર કરી ખેડૂતોના સ્વમાન ભંગ કરી ખેડૂતોના સ્વમાનની નિર્લજ હત્યા કરી છે ખેડૂત વિરોધી આ ભ્રષ્ટાચારી સરકારને આગામી સમયમાં ખેડૂતોની તાકાત જોવા મળશે પ્રજાએ આ સરકારના આવા ભ્રષ્ટ અને દમનકારી કળત્યોને યાદ રાખવા જોઈએ અને આગામી ચૂંટણીઓમાં ખેડૂતોની તાકાત શુ છે એ બતાવવું જોઈએ. મૌન રેલીમાં ડી. કે. ક્લોલા સાથે વિજયભાઈ ભાલોડીયા સુખાભાઈ, ગીરીશભાઈ, નરેશભાઈ, ફકીરભાઈ વગેરે કાર્યકર્તા જોડાયા હતા.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
