News of Wednesday, 15th October 2025
ગોરખનાથ શિખરે તોડફોડ કરનાર બંને શખ્સ સાંજ સુધી રિમાન્ડ પર
બંનેની વિવિધ મુદ્દે આકરી પૂછપરછ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૫: ગોરખનાથ શિખરે તોડફોડ કરનાર બંને શખ્સ સાંજ સુધી રિમાન્ડ પર મેળવી એલસીબીએ વધુ પૂછપરછ હાથ ધરી છે.
ગિરનાર પર્વતના ૬૦૦૦ પગથિયા પર આવેલ ગોરખનાથ શિખર ખાતેના મંદિરમાં તોડફોડ કરી મૂર્તિ બહાર કાઢી ખીણમાં ફેંકી દઈ ખંડિત કરવાના કેસમાં સોમવારે ક્રાઈમ બ્રાન્ચે મંદિરના પગારદાર સેવક કિશોર કિશનદાસ કૂકરેજા અને શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા ગોરખનાથ મંદિર નજીક દુકાનમાં ફોટોગ્રાફર તરીકે કામ કરતા રમેશ હરગોવિંદ ભટ્ટની ધરપકડ કરી હતી.
ગઈકાલે બંનેને એલસીબીએ કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ ડી. કે. સરવૈયાએ જણાવ્યું હતું કે, બંનેના આજે સાંજ સુધીના રિમાન્ડ મળતા વિવિધ મુદ્દે પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને ગોરખનાથ શિખર પર લઈ જઈ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તે મુજબ તપાસ અને પૂછપરછ શરૂ કરી છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
