તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 15th October 2025
પ્રેરક નારીશક્તિઃ પડકારો સામે અડગ રહી ફરજ નિભાવનાર
જૂનાગઢના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેનું રાજ્ય કક્ષાએ સન્માન

જૂનાગઢ તા.૧પ, ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાના ‘‘પોષણ ઉત્સવ-૨૦૨૫''અને‘‘ૅભૂલકા મેળો-૨૦૨૫''નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધારતા, ICDS શાખાના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી વત્સલાબેન શશીકાંત દવેની ઉત્કળષ્ટ અને સરાહનીય કામગીરી બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.શ્રીમતી ભાનુબેન બાબરિયા,મંત્રીશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગના હસ્તે તેમને આ સન્માન એનાયત થયું હતું.
શ્રીમતી વત્સલાબેન દવેની કારકિર્દી સંઘર્ષ અને સમર્પણની પ્રેરક ગાથા છે, જે સમગ્ર રાજ્યની મહિલાઓ માટે એક મિશાલ સમાન છે. તેમણે ૧૦/૦૨/૧૯૯૨ ના રોજ મુખ્યસેવિકા તરીકે સરકારી સેવામાં પ્રવેશ કર્યા બાદ તેમની અદમ્ય ઈચ્છાશક્તિનું ઉત્તમ ઉદાહરણ એ છે કે, સગર્ભાવસ્થા દરમ્્િયાન પણ ફરજ નિભાવીને સાથે GPSCની તૈયારી કરીને ૨૧/૦૫/૨૦૦૫ ના રોજ વર્ગ-૨ અધિકારી તરીકે નિમણૂક મેળવી ઉપરાંતમાં વ્યક્તિગત ગંભીર પડકારો છતાં તેમની ફરજ નિષ્ઠા કયારેય ડગી નથીઃ તેણીને ૦૮/૦૨/૨૦૦૮ના ગંભીર અકસ્માતમાં કમરના મણકાને ઈજા થયેલ હોવા છતાં તેઓ ટૂંક સમયમાંજ ફરી ફરજ પર હાજર થયા પછી વર્ષ ૨૦૧૪માં તેમણે એક કિડની ગુમાવ્યા પછી પણ તેઓ માત્ર એક કિડની પર સેવા આપીને પોતાની કર્મનિષ્ઠાનું ઉત્તમઉદાહરણ પૂરું પાડી રહ્યા છે, તેમની પ્રમાણિકતા અને ઉત્કળષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને ૨૦/૦૪/૨૦૧૮ ના રોજ પ્રોગ્રામઓફિસર તરીકે બઢતી આપવાશ્ર્ાં આવી હતી, હાલમાં તેઓશ્રી જીલ્લા પંચાયત, જૂનાગઢશ્ર્ાં તા.૨૨/૧૦/૨૦૨૪ થી -પ્રોગ્રામ ઓફિસરશ્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
