News of Wednesday, 15th October 2025
ખેડૂત વિરોધી ભાજપ સામે લોકશાહી ઢબે અવાજ ઉઠાવીશુઃ જુનાગઢમાં રેશ્મા પટેલના આમરણાંત ઉપવાસનો ત્રીજો દિ'

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા.૧પ, આપ નેતા રેશ્મા પટેલ ૧૩/૧૦/૨૦૨૫ થી જૂનાગઢ ખાતે બોટાદ ખેડૂત આંદોલન ની માંગણીઓ લઈ ને આમરણ ઉપવાસ ઉપર બેઠા છે રેશમા પટેલ ના આમરણ ઉપવાસ નો ૩ જો દિવસ પોલીસે રેશ્મા પટેલ ના ઘરે જાપ્તો રાખ્યો છે
જાહેર માં ઉપવાસ કરવા જઈએ છીયે તો પોલીસ અટકાયત કરી બળજબરી પૂર્વક ઘરે મૂકી જાય છે.૨૪ કલાક મારા ઘરે પોલીસ ની જાપ્તો રાખ્યો હવે હું ૧૬ /૧૦/૨૦૨૫ ના રોજ જુનાગઢ ખાતે ની ઉપવાસ છાવણી થી અમદાવાદ ખાતે અમારા આમ આદમી પાર્ટી ના કાર્યાલય ખાતે ની ઉપવાસ છાવણી માં આમરણ ઉપવાસ ચાલુ રાખીશ મારા ભાઈઓ હોદેદારો ની સાથે ૧૬/૧૦/૨૦૨૫ ના રોજ અમારા ભાઈ રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ સહિત ના હોદેદારો આમરણ ઉપવાસ ઉપર ઉતરવાના છે તો હું પણ ચાલુ કરેલા મારા આમરણ ઉપવાસ ને ત્યાં આગળ વધારીશ, એક શક્તિ બની સૌ સાથે ખેડૂત ની માંગણીઓ પૂર્ણ કરવા અવાજ ઉઠાવશું. ખેડૂત વિરોધી ભાજપ સામે લોકશાહી ઢબે અવાજ ઉઠાવીશું: રેશ્મા પટેલે જણાવ્યું હતું.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
