<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

અમરેલીમાં ખોદકામ વેળા ગુજરાત ગેસની પાઇપ લાઇન લીકેજ થતા ધડાકાભેર સળગી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧પઃ અમરેલીનાં જુના માર્કેટયાર્ડમાં રાત્રીનાં સમયે ચાલી રહેલી ખોદકામની કામગીરી દરમિયાન અચાનક જમીનમાં રહેલી ગુજરાત ગેસની પાઇપલાઇન કોઇ કારણોસર સળગી ઉઠતા જાનહાની અટકી હતી અને મહામહેનતે આગને કાબુમાં લેવામાં આવી હતી.

માહિતી અનુસાર અમરેલીનાંજુના માર્કેટયાર્ડમાં ચાલી રહેલી ખોદકામની કામગીરી દરમિયાન અચાનક ત્‍યાં રહેલી ગુજરાત ગેસની પાઇપ લાઇન ધડાકાભેર લીકેજ થઈ સળગી ઉઠતા તાત્‍કાલીક ફાયર ફાયટરને બોલાવવામાં આવ્‍યું હતું અને ફાયર ફાયટરે ચાર વાહનોની મદદથી સતત અડધી કલાક સુધી મહેનત કરી આગને કાબુમાં લીધી હતી. સદભાગ્‍યે આસપાસમાં ઇલેક્‍ટ્રીક બોર્ડ, જનરેટર સહિતની વસ્‍તુઓ હતી પરંતુ ફાયરની તકેદારીને કારણે મોટી દુર્ઘટના કે જાનહાની અટકી હતી. આ સમયે આ ઘટનાની જાણ થતા અમરેલીનાં ફાયર ઓફિસર શ્રી ગઢવી કે જે તાલિમ ઉપર હોય અને રજા લઈ અમરેલી આવેલ હતાં તે પણ ત્‍યાં દોડી ગયા હતાં અને ફાયર સ્‍ટાફને માર્ગદર્શન આપ્‍યું હતું. આ કામગીરી ઇન્‍ચાર્જ ફાયર ઓફિસર શ્રી એચ.પી.સરતેજાની આગેવાનીમાં સાગરભાઈ પુરોહિત, આનંદભાઈ જાની, પ્રવીણભાઈ ચૌહાણ, ભગતસિંહ ગોહિલ, રણજીતભાઈ સગર, સવજીભાઈ ડાભી, જયદીપભાઈ ઈસોટીયા, જગદીશભાઈ ભુરીયા, કળષ્‍ણભાઈ ઓળકિયા, ધવલભાઇ ચાવડા, અરૂણભાઇ વાઘેલા સહિતે કરી હતી.

વાહનોનું ભાડુ નહીં આપી વિશ્વાસ ઘાત

સાવરકુંડલા ભુવા રોડ માધવાણીની વાડી પાસે રહેતા કમલેશભાઈ ગોલણભાઈ વાળા ઉ.વ.૪૬ કન્‍ટ્રકશનનું ધંધો કરતા હોય.તા. ૧-૧-૨૩ ના સાંજના ૫ વાગ્‍યાથી પોતાની માલિકીના જેસીબી વાહન જી.જે. ૧૦ એકસ ૭૩૨૮ રૂ.૮,૦૦,૦૦૦ તેમજ જોનડિયર કંપનીનું ટ્રેકટર મોડીફાઈ કરેલ. લોડર વાહન જી.જે.૧૪ એ.જી. ૧૧૪૭ રૂ.૬,૫૦,૦૦૦ અને જોનડિયર કંપનીનું ટ્રેકટર વિથ લોડર વાહન જી.જે.૧૪ એ.જી. ૧૪૬૫ રૂ. ૮,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૨૩,૦૦,૦૦૦ ત્રણેય વાહનો ફરિયાદીને વિશ્વાસમાં લઈ મહેન્‍દ્ર રામકુભાઈ વિધિયા જમીનનું લેવલ કરવા ભાડા પેટે લઈ ગયેલ હોય.અને જમીનનું લેવલ કામ પુર્ણ કરેલ. બાદ કમલેશભાઈ અવાર નવાર ભાડું તથા વાહનો પરત મેળવવા માંગણી કરેલ.પરંતુ ત્રણેય વાહનો તથા વાહનોનું ભાડું નહી આપી વિશ્વાસઘાત કર્યાની સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સાપે દંશ દેતા બાળાનું મોત

રાયપર ગામની સીમમાં મુળ એમપીના શ્રમિક પરીવારની ૯ વર્ષની બાળા રેખાબેન કરણભાઈ બજનારને ઝેરી સાપે દંશ મારતા દવાખાને ખસેડાતા સારવાર દરમ્‍યાન મોત નિપજયાનું કરણભાઈ જોરૂભાઈ બજનારે બાબરા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.

ઓનલાઇન ફ્રોડ

રાજુલા તાલુકાના રામપરા-૨ ગામે રહેતા અને ટ્રાન્‍સપોર્ટનો ધંધો કરતા કાળુભાઈ જેઠસુરભાઈ વાઘ ઉ.વ.૪૭ સાથે બેંક એકાઉન્‍ટ નંબર ૪૪૩૫૬૮૧૮૮૭૬ તથા આઈએફએસસી કોડ એસબીઆઈએન ૦૦૧૬૩૯ સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા,બેંક એકાઉન્‍ટ નંબર ૨૦૩૯૬૧૪૪૮૪૨ તથા આઈએફએસસી કોડ એફઆઈએન ૦૦૦૦૧૧૫૭ ફીનો પેમેન્‍ટસ બેંક,બેંક એકાઉન્‍ટ નંબર ૫૩૨૫૦૦૦૨૪૦૫૫૬૫ તથા આઈએફએસસી કોડ ઈએસએમએફ ૦૦૦૧૩૦૬ ઈસેફ સ્‍મોલ ફાઈનાન્‍સ બેંકના ધારકોએ કાળુભાઈ સાથે ફોન હેંગ કરી ઓનલાઈન ફોડ કરી રૂ. ૧,૫૦,૦૦૦ નું ફ્રોડ કરી ગુનો કર્યાની મરીન પીપાવાવ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પાઇપ લઇને નિકળતા

બાબરામાં અમરાપરા વિસ્‍તારમાં કાળુ નાથાભાઈ મોરવાડીયા લાકડી લઈ નીકળતા પો. કોન્‍સ.રણછોડભાઈ આલગોતરે રાજુલામાં રહેતાદિનેશ વીરાભાઈ મકવાણા પાઈપ લઈ નીકળતા પો.કોન્‍સ. રામદેવસિંહ સરવૈયાએ, રાજુલા વાલ્‍મિકિવાસમાં રહેતા પ્રવિણ બાલાભાઈ ચૌહાણ લાકડી સાથે મળી આવતા પો. કોન્‍સ. હિતેશભાઈ કલસરીયાએ અધિક જીલ્લા મેજીસ્‍ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મીઠાઇ લેવા જતા અકસ્‍માત

લીલીયા તાલુકાના ગોઢાવદર ગામના હદવિસ્‍તારમાંસરકારી કોલેજ સામે અમરેલી લીલીયા રોડે અરવિંદભાઈ ડાયાભાઈ ગજેરાઉ.વ.૬૨ રહે. ગોઢાવદર તથા હિતેશભાઈ સાવજ તા. ૨-૧૦ના સવારે ૧૦ વાગ્‍યે પોતાનું બાઈક લઈને દશેરાની મીઠાઈ લેવા ગોઢાવરદરથી લીલીયા જતા હતા. ત્‍યારે ફોર વ્‍હીલ જી.જે. ૧૪બી.જી.૪૨ ૩૯ ના ચાલકે બાઈક સાથે ભટકાવતા અરવિંદભાઈને નીચે પછાડી જમણી આંખના ઉપરના ભાગે ગંભીર ઈજા કરી શરીરે નાની મોટી ઈજાઓ કરી હિતેશભાઈ સાવજને સામાન્‍ય ઈજાઓ પહોંચાડી નાસી જઈ ગુનો કર્યાની લીલીયા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:14 PM IST)