તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 15th October 2025
ખેડૂતોને ખેતીનું આધુનિક અને વૈજ્ઞાનિક પધ્ધતિ અંગે માર્ગદર્શન આપવા રવિ કૃષિ મહોત્સવઃ કુંવરજીભાઇ
પોરબંદરના રાતિયામાં કૃષિ વિકાસ દિવસ રવિ કૃષિ મહોત્સવ હેઠળ પ્રદર્શન સ્ટોલનું ઉદ્દઘાટન કરતા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા

પોરબંદર તા. ૧પઃ તાલુકાના રાતિયામાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને કળષિ વિકાસ દિવસ અને રવિ કળષિ મહોત્સવ ૨૦૨૫ ની ઉજવણી કરાઇ હતી જેમાં આ રવિ કળષિ મહોત્સવનો મુખ્ય હેતુ ખેડૂતોને ખેતીના આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાનો છે તેમ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સંબોધનમાં જણાવ્યું હતું.
રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રવિ કળષિ મહોત્સવના આયોજન પ્રસંગે ઉપસ્થિત રહેલા ખેડૂતોને સંબોધતાં જણાવ્યું હતું કે, આ કળષિ મહોત્સવનો મુખ્ય હેતુ ખેડૂતોને ખેતીના આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાનો છે, જેથી ખેતી વધુ સમળદ્ધ અને આવકવર્ધક બની શકે.
કેબીનેટ મંત્રી કુંવરજીભાઇએ જણાવેલ કે, એક સમય એવો હતો જ્યારે આપણો દેશ તેલ, ઘઉં સહિતની ખેત પેદાશો માટે આયાત પર આધાર રાખતો હતો, જ્યારે આજે આપણા દેશના ખેડૂતોના અવિરત પરિશ્રમ અને નવી ટેકનોલોજીના સ્વીકારના કારણે દેશ નિકાસકાર તરીકે ઉભર્યો છે.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમારે જણાવ્યું કે દેશના સર્વાંગી વિકાસમાં ખેડૂતોનું યોગદાન સર્વોચ્ચ રહ્યું છે. આપણા ખેડૂતોની અવિરત મહેનતના પરિણામે આજે દેશના આશરે ૮૦ કરોડથી વધુ નાગરિકોને નિશુલ્ક અનાજ મળી રહ્યું છે. આ માટે દેશના મહેનતકશ ખેડૂતોને સાચા અર્થમાં અન્નદાતા તરીકે સન્માન મળવું જોઈએ.
કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ સહિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રાતીયા ગામના સરપંચ શ્રી જગુભાઈ રાતીયાની મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું આયોજન જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એચ. ત્રિવેદીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમની આભારવિધિ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.
રવિ કળષિ મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત કળષિ પ્રદર્શની સ્ટોલનું મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉદ્ધાટન કરીને વિવિધ સ્ટોરલોની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટર શ્રી એસ.ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી ચૌધરી, ઙ્કાંત અધિકારી શ્રી સંદીપ જાદવ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી આવળાભાઈ ઓડેદરા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રીમતિ હંસાબેન માવદીયા,તાલુકા પંચાયતના સભ્ય સર્વશ્રી રમણભાઈ રાતીયા, રામભાઈ મોકરિયા,
સરપંચ શ્રી જગાભાઈ રાતીયા,કિસાન મોરચા પ્રમુખ શ્રી ભીમાભાઇ ઓડેદરા,અગ્રણી સર્વ શ્રી વિરમભાઇ કારાવદરા, પ્રતાપભાઇ કેશવાલા,કાના મોરી,લીલાભાઇ સહિત ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
