<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

ઉપલેટાના મેખાટીંબી ગામે ટેલીફોન એક્ષચેન્‍જમાંથી ચોરી કરનાર તસ્‍કરને એલસીબીએ ઝડપી લીધો

છોટાહાથી સહિત ૪.૯૫ લાખનો મુદામાલ કબ્‍જેઃ ૩ સાગ્રીતોની શોધ

 

રાજકોટઃ ઉપલેટાના મેખાટીંબી ગામે ટેલીફોન એક્ષચેન્‍જમાંથી બીટીએસ મશીનના ત્રણ કાર્ડ તેમજ કેબલ વાયર મળી કુલ ૧.૯૧ લાખની મતાની ચોરી કરનાર અક્ષય રાજુભાઇ પરમાર રહે.જામનગરને છોટાહાથી વાહન, ચોરાઉ કેબલ તથા કાર્ડ મળી કુલ૪.૯૫ લાખના મુદામાલ સાથે રૂરલ એલસીબીના પી.આઇ. વી.વી. ઓડેદરા તથા ટીમે ઝડપી લીધો હતો. અને આ ચોરીમાં અક્ષય સાથે સામેલ પંકજ ઉર્ફે પકો મુકેશભાઇ ચુડાસમા, લાલો વિનુભાઇ પરમાર, ભરત રાજુભાઇ મકવાણા રહે. ત્રણેય જામનગરની શોધખોળ હાથધરી છે. પકડાયેલ અક્ષય સામે અગાઉ જામનગર, બાબરા, ભાડલા, કાલાવાડ, શેઠવડાળા તથા સિક્કામાં ચોરી સહિતના ગુનાઓ નોંધાયા છે. તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ ચોરાઉ મુદામાલ સાથે નજરે પડે છે.

(3:40 PM IST)