<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રા યોજાઈ.

મણી મંદિરથી પ્રસ્થાન થઈ અને ગાંધીબાગ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી શહેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિકાસ સપ્તાહની પુર્ણાહુતિ આજરોજ કરવામાં આવી હતી. આ વિકાસ પદયાત્રા મોરબીના મણી મંદિરથી પ્રસ્થાન થઈ હતી અને ગાંધીબાગ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી.
   મોરબી શહેરમાં યોજાયેલી આ વિકાસ પદયાત્રામાં મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, ઈન્ચાર્જ ડીડીઓ એન.એસ. ગઢવી, ડીવાયએસપી વી. બી. દલવાડી, ડેપ્યુટી ડીડીયઓ સહિતના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે સૌએ શપથ પણ લીધા હતા અને ત્યારબાદ વિકાસ સપ્તાહની પુર્ણાહુતિ થઈ હતી.

(10:53 PM IST)