News of Wednesday, 15th October 2025
મોરબી દારૂના ગુનામાં સંડોવાયેલા મહિલા સહિત બે આરોપી પાસા હેઠળ જેલ હવાલે.
જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરીના આદેશથી બંને આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરીને અલગ-અલગ જેલમાં મોકલી દેવાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક શખ્સ અને એક મહિલા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરીના આદેશથી બંને આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરીને અલગ-અલગ જેલમાં મોકલી દેવાયા છે.
આરોપીઓમાં સલીમભાઈ બાબુભાઈ વિકીયાણી (ઉ.વ. 38) ( રહે. સરાયા, તા. ટંકારા)ને મધ્યસ્થ જેલ વડોદરા અને મનીષાબેન વા/ઓ સુરેશભાઈ લક્ષ્મણભાઈ થરેસા (ઉ.વ. ૪૫)( રહે. મોરબી વજેપર)ને જિલ્લા જેલ ભાવનગર ખાતે ધકેલાયા છે. આ કાર્યવાહીમાં મોરબી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી. પંડયા, પો.સબ ઈન્સ. બી.ડી. ભટ્ટ અને પો.સબ ઈન્સ. જે.પી. કણસાગરાની ટીમ રોકાયેલી હતી.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
